આણંદની ગ્રીડ ચોકડી પાસે વૈભવ કોમ્પલેક્ષમાં આવેલી કેન્ડીડ વિઝા કન્સલ્ટન્સીએ ઓસ્ટ્રેલિયાના વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને બે યુવકો સાથે ૩૦.૧૦ લાખની ઠગાઈ

આણંદ, આણંદમાં આવેલ કેન્ડીડ વિઝા કન્સલ્ટન્સીએ બે યુવાનોને ઓસ્ટ્‌ેલિયાના વર્ક પરમીટ અપાવવા માટે ક્રમશઃ ૩૦.૧૦ લાખ જેટલી રકમ મેળવીને ઓસ્ટ્રેલિયન સરકારના હેડિગવાળા બોગસ વર્ક વિઝા લેટર બનાવીને ઠગાઇ કર્યા મામલે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.મળતી વિગતોમાં નડિયાદમાં રેડીમેડ કપડાંની દુકાન ધરાવતા લતીફભાઇ સલીમભાઇ મોટાનાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નડિયાદમાં તેમના પરિવાર સાથે તેમના વિધવા બહેનનો દિકરો સમીર વહોરા પણ રહે છે. ભાણા સમીરને વિદેશ જવાની ઇચ્છા હોવાથી મામા લતીફભાઇ જુદી જુદી વિઝા કન્સ્ટલન્સીમાં તપાસ કરતા હતા. દરમ્યાન તેમના મિત્ર સફીભાઇ હાજીના (રહે. નડિયાદ)નો પુત્ર સાહિદ પણ વિદેશ જવા ઇચ્છુક હતા. દરમ્યાન ગત ર૩ ઓગસ્ટ,ર૦ર૩ના રોજ સફીભાઇના મિત્ર તન્વેશભાઇ ભાવસાર મારફતે તેઓ આણંદમાં ગ્રીડ ચોકડીએ વૈભવ કોમ્પલેક્ષમાં આવેલ કેન્ડીડ વિઝા કન્સ્લટન્ટની ઓફિસે પહોંચ્યા હતા. જયાં પ્રીતેશભાઇ મુકેશભાઇ પટેલ (નાવલી) અને સારસાના કૃણાલભાઇ હસમુખભાઇ પટેલ સાથે તન્વેશભાઇએ લતીફભાઇ અને સફીભાઇની મુલાકાત કરાવી હતી. જેમાં સમીર વહોરા અને સાહિદને ઓસ્ટ્રેલિયા મોકલવા વર્ક પરમીટ વિઝા માટે વાત કરી હતી. જેથી પ્રીતેશભાઇ અને કૃણાલભાઇએ કામ થઇ જશે અને અંદાજી ખર્ચ ૧૫થી ર૦ લાખ થશે તેમ જણાવ્યું હતું. વધુમાં કામ શરુ થયા બાદ થોડા થોડા અંતરે નાણાં ચૂકવવા જણાવ્યું હતું. જેથી કૃણાલભાઇએ આપેલ બેંક એકાઉન્ટમાં અંદાજે ૧૧ લાખ તેમજ રોકડા ૩.૭પ લાખ ચૂકવી આપેલ. ત્યારબાદ કૃણાલભાઇએ સમીરના વિઝા આવી ગયા હોવાનું જણાવીને રૂ. ૩.૮પ લાખની માગણી કરી હતી. જેથી લતીફભાઇએ વિઝા લેટરની માંગણી કરતા તેઓને ઓસ્ટ્રેલિયા ગર્વમેન્ટના હેડિગવાળો માઇલમેકર પેટ્રોલિયમ પી.ટી.વા. લિ.- સેન્ટ કિલ્ડા રોડ, મેલબોર્ન કંપનીનો તા. ૧૮ નવે.ર૦ર૩નો વિઝાને લગતો લેટર વોટસએપથી મોકલી આપ્યો હતો. લેટર જાેઇને વિશ્વાસ આવતા લતીફભાઇએ તે જ દિવસે કૃણાલભાઇના એકાઉન્ટમાં રૂ. ૩.૮પ લાખ આરટીજીએસથી મોકલી આપ્યા હતા. જયારે સફીભાઇએ તેમના પુત્ર સાહિદને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે કૃણાલભાઇના બેંક એકાઉન્ટમાં જુદી જુદી તારીખોએ અંદાજે ર૦ લાખ આરટીજીએસથી મોકલ્યા હતા. આમ, લતીફભાઇએ ૧૮.૯૦ લાખ તેમજ સફીભાઇએ ૧૧.ર૦ લાખ ચૂકવવ છતાંયે ઓસ્ટ્રેલિયા જવા માટેની વર્ક પરમીટ વિઝાની કોઇ પ્રોસેસ કરવામાં આવી ન હતી. આથી શંકા જતા લતીફભાઇએ ઓસ્ટ્રેલિયન સરકારનો લેટર તેમના જાણકાર મિત્રો પાસે વેરીફાય કરાવતા તે બોગસ લેટર હોવાની હકીકત જાણવા મળી હતી. આ અંગે તેઓએ અવારનવાર કૃણાલભાઇનો સંપર્ક કરતા વિઝા લેટર સાચો હોવાનું જ જણાવતા હતા. આથી લતીફભાઇ અને સફીભાઇએ પોતે ચૂકવેલા નાણાં પરતની વારંવાર માંગણી કરી હતી. જેથી કૃણાલભાઇ વતી તેમના પિતા હસમુખભાઇ પટેલે રર નવે.ર૦ર૩ના રોજ લતીફભાઇને રૂ.૭ લાખ અને સફીભાઇને રૂ.૭ લાખનો તા. ૮ જાન્યુ.ર૦ર૪ની મુદ્દતનો ચેક આપ્યો હતો. જયારે બીજા નાણાં થોડા થોડા સમયે ચૂકવી આપવાનો વાયદો કર્યો હતો. જાે કે ચેકની મુદ્દત નજીક આવતા હસમુખભાઇએ લતીફભાઇ અને સફીભાઇને બોલાવીને ચેક નિયત તારીખ કરતા અઠવાડિયા બાદ ભરવા જણાવ્યું હતું. જાે કે અઠવાડિયા બાદ બંને મિત્રોએ હસમુખભાઇનો સંપર્ક કરવા દરમ્યાન તેમનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો અને સારસા તેઓના ઘરે જઇને તપાસ કરવા છતાં રુબરુ મળ્યા ન હતા. ત્યારબાદ અવારનવાર પ્રયાસ છતાં કૃણાલભાઇનો સંપર્ક થઇ શકયો નહતો. આમ, કૃણાલ પટેલે સમીર સાહિદને ઓસ્ટ્‌ેલિયા વર્ક વિઝા પરમીટ લઇ આપવાના બહાને કુલ ૩૦.૧૦ લાખ મેળવી લઇને આજદિન સુધી વર્ક વિઝા પરમીટ ન અપાવીને વિશ્વાસઘાત, છેંતરપિંડી કરી હોવાનું, ઓસ્ટ્‌ેલિયન ગર્વમેન્ટના બોગસ લેટરનો સાચા તરીકે ઉપયોગ કર્યા બદલ કૃણાલ પટેલ સામે લતીફભાઇએ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઇપીકો ૪ર૦, ૪૬પ, ૪૬૮, ૪૭૧ મુજબ ગૂનો દાખલ કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution