ન્યૂ દિલ્હી
કેનેડામાં પાકિસ્તાની મૂળના રહેવાસી પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. કેનેડામાં બે અજાણ્યા શખ્સોએ પાકિસ્તાની મૂળના રહેવાસી પર છરી વડે હુમલો કર્યો હતો. કેનેડિયન સ્થાનિક મીડિયા અનુસાર આ ઘટના કેનેડિયન પ્રાંત સાસ્કાચેવાનના સેસકાટૂન શહેરમાં બની છે.
હુમલો થનાર શખ્સની ઓળખ મોહમ્મદ કાશીફ તરીકે થઈ છે. માણસની ઉંમર 32 વર્ષ છે. મોહમ્મદ કાશીફે પરંપરાગત ઇસ્લામિક ડ્રેસ પહેર્યો હતો. સાંજે મોહમ્મદ કાશીફ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારબાદ તેના પર હુમલો થયો હતો.
એક મીડિયા રિપોર્ટ અનુસાર કાશીફે જણાવ્યું હતું કે પાછળથી બે અજાણ્યા લોકોએ આવીને હુમલો કર્યો હતો. તે સમયે હુમલો કરનારા બૂમ પાડી રહ્યા હતા અને કહેતા હતા કે તમે આ ડ્રેસ કેમ પહેર્યો છે? તમે પાછા તમારા દેશમાં જાવ, હું મુસ્લિમોને ધિક્કારું છું. હુમલાખોરોએ કાશીફની દાઢીનો કેટલોક ભાગ કાપી નાખ્યો હતો.
આ સિવાય હુમલાખોરોને એમ કહેતા પણ સાંભળવામાં આવ્યા હતા કે તમે આ દાઢી કેમ રાખી છે? કાશીફને બાહુમાં અનેક વખત હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને 14 ટાંકા આવ્યા હતા. કાશીફે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ હવે તેની તપાસ કરી રહી છે.
સેસકાટૂનના મેયર ચાર્લીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેઓને આ ઘટનાથી ભારે દુખ થયું છે. તેમણે વધુમાં કહ્યું કે આવા જૂથો કે જે વ્હાઇટ સર્વોપરિતા, ઇસ્લામોફોબીયા અને ભેદભાવથી સંબંધિત કોઈ પણ વસ્તુ ફેલાવી રહ્યા છે, તેમની યોગ્ય તપાસ થવી જોઈએ અને જવાબદાર હોવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે આપણે જાતિવાદ અને ભેદભાવથી સંબંધિત આવી કૃત્યોને સખત રીતે બંધ કરવી જોઈએ.
તમને જણાવી દઈએ કે કાશીફ 20 વર્ષ પહેલા પાકિસ્તાનથી કેનેડા આવ્યો હતો. કાશીફનું કહેવું છે કે તે તેની પત્ની અને બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત છે. તેમના બાળકો ત્રણથી આઠ વર્ષની વચ્ચે છે.