વડોદરા : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. બીસીસીઆઈ દ્વારા ભારતને વિશ્વકપ જીતાડનાર કપ્તાન ધોનીને યોગ્ય સેન્ડ ઓફ આપવું જાેઈએ તેવી ચર્ચાઓ વચ્ચે બીસીસીઆઈ ધોનીના સેન્ડ ઓફ માટે એક મેચનું આયોજન થાય તેવી શક્યતા વચ્ચે વડોદરાના પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઈરફાન પઠાણે ટ્વીટ કરીને નિવૃત્ત થયેલા પૂર્વ પ્લેયરો અને વર્તમાન ઈન્ડિયન ટીમ વચ્ચે એક મેચ રમાડી યોગ્ય રીતે સેન્ડ ઓફ આપવું જાેઈએ તેમ કહ્યું છે. તાજેતરમાં જ ભારતીય ટીમે જેમની કપ્તાનીમાં વિશ્વકપ, ટી-૨૦ વર્લ્ડકપ અને ચેમ્પિયન ટ્રોફી એમ ત્રણે ફોર્મેટમાં જીત મેળવી તેવા મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃત્તિ જાહેર કરી ત્યારે સફળ કપ્તાનને યોગ્ય રીતે સેન્ડ ઓફ આપવું જાેઈએ અને તેમના માટે એક મેચ રમાડવી જાેઈએ તેવી ચર્ચાઓ થઈ રહી છે.
બીસીસીઆઈ દ્વારા મહેન્દ્રસિંહ ધોનીને સેન્ડ ઓફ આપવા એક મેચનું આયોજન કરાય તેવી શકયતા છ. ત્યારે પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઈરફાન પઠાણે ટ્વીટ કરીને કહ્યું છે કે, અનેક આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો જેઓ નિવૃત્ત થયા છે તેમને યોગ્ય સેન્ડ ઓફ આપવું જાેઈએ તેવી ચર્ચા કરે છે. ત્યારે શું નિવૃત્ત થયેલા પ્લેયરો અને વર્તમાન ટીમ વચ્ચે ચેરિટી કમ ફેરવેલ મેચ થઈ શકે નહીં? તેમણે તાજેતરમાં એટલે પાછલા એક બે વર્ષમાં નિવૃત્ત થયેલા ૧૧ પ્લેયરોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.