અમદાવાદ-
વડાપ્રધાન મોદી પોતાના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે કેવડિયા આવે તેવી શક્યતા છે. પીએમ મોદીના જન્મદિવસે કેવડિયામાં નર્મદા મૈયાની મહાઆરતી થાય તેવી શક્યતા છે. કેવડિયા નજીક ગોરા ગામના નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નર્મદા ઘાટ પર વડા પ્રધાન મોદી દ્વારા નર્મદા આરતીનો પ્રારંભ કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. નર્મદા મૈયાની આરતી માટે તંત્ર સજ્જહરિદ્વાર અને વારાણસી જેવી આરતી નર્મદા ઘાટ પર રોજ કરવામાં આવશે. આ આરતી કેવી રીતે થાય છે. તે જોવા માટે કેવડિયાના અધિકારીઓ વારાણસી જઇ આવ્યા હતા. નર્મદા મૈયાની આરતી માટે હાલ તંત્ર એકદમ સજ્જ થઇ ગયું છે. કેવડિયાની સામે કિનારે ગોરા ગામે નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે વિશાળ ઘાટ બનીને તૈયાર છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ આ વિસ્તારનો પ્રવાસન તરીકે વિકાસ થઈ રહ્યો છે અને અનેક પ્રકલ્પનો લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું. વડાપ્રધાન મોદીના સૂચનાથી સરકાર આ વિસ્તારનો ધાર્મિક સ્થળ તરીકે પણ વિકાસ કરવાનું આયોજનના ભાગરૂપે આ ઘાટ બનાવવામાં આવી રહ્યો છે.મોદી અવારનવાર કેવડિયાની મુલાકાત લે છે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી મોદી કેવડિયાની નિયમીત મુલાકાત લેતા આવ્યા છે અને વડાપ્રધાન બન્યા બાદ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું અને તેઓ અવારનવાર કેવડિયા ખાતે આવતા રહે છે. 31 ઓક્ટોબર-2018માં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ મોદી અનેક વખત કેવડિયા આવી ચૂક્યા છે.