૩૧ જુલાઇ બાદ પણ it રિટર્ન ભરી શકાય? જાણો કોને મળે છે આ ખાસ સુવિધા



શું તમે જાણો છો કે, અમુક ટેક્સ પેયર્સ એવા પણ છે જેઓ it રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ બાદ પણ રિટર્ન ભરી શકે છે.ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે. આ તારીખ નજીક આવી રહી છે. જાે ૈં્‌ઇ સમયસર ભરવામાં નહીં આવે તો દંડ ભરવો પડી શકે છે. પરંતુ અમુક ટેક્સપેયર્સ એવા છે જેઓ ૩૧ જુલાઈ બાદ પણ ૈં્‌ઇ ફાઈલ કરી શકે છે. ૧ એપ્રિલથી ૈં્‌ઇ ભરવાની શરૂઆત થઈ હતી. નોકરિયાતવર્ગ, પેન્શન મેળવનાર, ૐેંહ્લ અને જેને ઓડિટની જરૂર નથી તેવા લોકોએ ૩૧ જુલાઈ સુધી ૈં્‌ઇ ભરી દેવાનું છે. પરંતુ આપણે એવા ટેક્સપેસર્સ વિશે જાણીશું જેમને ૩૧ તારીખ બાદ પણ ૈં્‌ઇ ભરવાની સુવિધા આપવામાં આવી છે.જે વ્યાપારીઓના એકાઉન્ટને ઓડિટ કરવાની જરૂર રહે છે, તેવા વ્યાપારી ૩૧ ઓક્ટોબર સુધી પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી શકે છે. તેમને ૈં્‌ વિભાગ વધારાના ૩ મહિના સુધીનો સમય આપે છે. આથી તેઓ ઝ્રછ પાસે ઓડિટ કરાવી શકે છે. ઈન્ડિવિઝ્‌યુઅલ વ્યાપારીને ઓડિટની જરૂર હોય તો તેમને પણ ૩ મહિનાની છૂટ મળે છે.

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અમુક ખાસ પ્રકારની લેવડ દેવડ પર પણ ૈં્‌ઇ ભરવામાં છુટ આપે છે. જાે કોઈ વ્યાપારમાં ઇન્ટરનેશનલ લેવલે કોઈ લેવડ દેવડ થઈ હોય તો તેના માટે ટ્રાન્સફર પ્રાઇસિંગ રિપોર્ટ અટેચ કરવો પડે છે. આવા વ્યાપારને પણ ૩૦ નવેમ્બર સુધી ૈં્‌ઇ ભરવાનો સમય મળે છે. તેમાં ઇન્ટરનેશનલ સાથે અમુક ઘરેલું લેવડ દેવડ પણ સામેલ હોય છે.આ સિવાય ઇન્કમ ટેક્સ વિભાગ અન્ય બાબતે પર છુટ આપે છે. જાે કોઈને રિવાઇસ ૈં્‌ઇ ભરવાનું હોય તો ૩૧ ડિસેમ્બર સુધી તેમને સમય આપવામાં આવે છે. પરંતુ તેઓએ દંડ અને વ્યાજ અને લેટ ફી ભરવુ પડે છે. જાે તમે અપડેટેડ રિટર્ન ભરવા માંગો છો તો એનાં માટે ૩૧ માર્ચ ૨૦૨૭ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અપડેટેડ ૈં્‌ઇ ભરવા જે આંકલન વર્ષમાં તમે ૈં્‌ઇ ભર્યું હોય તેનાથી ૨ વર્ષ આગળનો સમય મળે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution