બળાત્કારને ‘પાશવી’ કહેવો એ પશુઓનું અપમાન છે

ગુજરાતી અખબારો બળાત્કારના સમાચાર છાપવામાં 'પાશવી' શબ્દનો વિશેષણ તરીકે પાશવી શબ્દનો છૂટથી ઉપયોગ કરે છે. જે કૃત્યમાં પશુતા હોય તેને પાશવી કહેવાય. પરંતુ પશુ જગતમાં બળાત્કાર હોતા નથી. કેમકે પશુઓ માણસની જેમ મનોરંજન માટે સેક્સ નથી કરતાં. પશુઓમાં મનુષ્યની જેમ સેક્સની ફેન્ટસી નથી હોતી. તેને કારણે પશુ જગતમાં બળાત્કાર નથી હોતાં. પશુઓને સમાગમ માટે કુદરતે નિશ્ચિત સમયગાળો આપેલો છે. પશુઓ માટે સેક્સ બ્રીડીંગની એક પ્રક્રિયા છે. બ્રીડીંગના સમયગાળા દરમ્યાન સમાગમ માટે નર પશુ દ્વારા માદાને રીઝવવા પ્રયત્નો થાય છે. અલગ અલગ પ્રજાતિના નર પશુ માદાને રીઝવવાની પ્રક્રિયામાં સૌંદર્ય રસ અને કલાનું પ્રદર્શન કરતો હોય છે. પશુ જગતમાં સમાગમ માટે જ્યાં માદાને રીઝવવી એક કલા છે ત્યાં બળાત્કાર શક્ય નથી. બળાત્કાર મનુષ્ય કરે છે, પશુ નહી. તેથી બળાત્કારને પાશવી કહેવો પશુઓના રોમાન્સનું અપમાન છે.

બળાત્કાર બાબતે સાઉથ આફ્રિકાની મેડિકલ કાઉન્સિલે પુરુષોમાં એક ગુપ્ત સર્વે કરાવ્યો. આ સર્વેમાં સાઉથ આફ્રિકાના દર ચારમાંથી એક પુરુષે સ્વીકાર્યું કે તેણે જીવનમાં એક વાર બળાત્કાર કરેલો છે. બળાત્કાર ઉપર દુનિયામાં થયેલા રિસર્ચના આંકડાઓ મુજબ ૩૫% સ્ત્રીઓ શારીરિક અડપલાં, છેડતી અથવા બળાત્કારનો ભોગ બનતી હોય છે. આ ટકાવારી વૈશ્વિક છે. જયારે સાઉથ આફ્રિકામાં આ આંકડો ૭૦% જેટલો છે.સ્વાઝીલેન્ડ, બોત્સવાના જેવા દેશમાં સ્ત્રીઓ સાથે શારીરિક બળજબરી અને જાતીય ગુનાઓનો ઊંચો આંકડો રહે છે.

વિશ્વના બીજા દેશ કરતા ભારતમાં મહિલાઓ થોડી સુરક્ષિત રહી છે. બળાત્કારની બાબતમાં સામાજિક પ્રત્યાઘાત આપવામાં ભારતીયો અન્ય દેશ કરતા વધુ સંવેદનશીલ રહ્યા છે તે પણ તેની પાછળનું એક કારણ છે. ભારતમાં ૨% મહિલાઓ જાતીય સતામણીનો ભોગ બને છે. જાે કે ભારતમાં રોજના નેવું જેટલા બળાત્કારના કેસ પોલીસ ચોપડે નોંધાતા હોય છે. જેમાં રાજસ્થાન સૌથી મોખરે હોય છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા દ્વારા દુનિયામાં મહિલાઓ ઉપર થતા અત્યાચારો અટકાવવા માટે ચર્ચા થઇ. બૌદ્ધિકોની માન્યતા હતી કે શિક્ષિત પુરુષ મહિલાઓ સાથે સંયમથી વર્તે છે. પુરુષને શિક્ષિત કરી દેવાથી બળાત્કારની ઘટનાઓ ઓછી થઇ જશે. ચર્ચામાં વિષય આવ્યો તેની સામે આંકડા મુકવામાં આવ્યા તો બુદ્ધિજીવીઓ હેબતાઈ ગયાં. વિકસિત દેશોમાં શિક્ષિત સમાજમાં બળાત્કારની ઘટનાઓના આંકડા ઓછા નહતા. ભારતની વાત કરીએ તો સૌથી શિક્ષિત મનાતા કેરળમાં બળાત્કારની ઘટનામાં એક અચરજ થાય તેવી બાબત જાેવા મળે છે. નેશનલ ક્રાઇમ બ્યુરોના આંકડાઓ મુજબ કેરળમાં પુખ્ત વયની મહિલાઓ કરતા બાળકીઓ અને સગીર વયની કિશોરીઓ ઉપર બળાત્કાર વધુ થાય છે. શિક્ષણથી પુરુષની માનસિકતા બદલાતી નથી કે વૃત્તિ બદલાતી નથી તે બુદ્ધિજીવીઓએ સ્વીકારવું પડ્યું.

અમેરિકાની લેખિકા એમિલી ઓટમે લખેલી નોવેલ છે ્‌રી છજઅઙ્મેદ્બ ર્કિ ઉટ્ઠઅુટ્ઠઙ્ઘિ ફૈષ્ર્ઠંિૈટ્ઠહ ય્ૈઙ્મિજ. એમિલીએ નોવેલમાં સ્ત્રીઓ માટે લખ્યું છે, જાે તમારે સુરક્ષિત રહેવું છે તો રસ્તાની વચ્ચોવચ્ચ ચાલો, ભલે આપણને ફૂટપાથ ઉપર ચાલવા શીખવવામાં આવ્યું છે. આ મજાકની વાત નથી. રસ્તો ક્રોસ કરતા પહેલા આપણને બંને તરફ જાેઈને ક્રોસ કરવા કહેવાયું છે. મારે ઘણી વાર રાત્રે ફૂટપાથ ઉપર ચાલીને જવાનું થયું છે. ત્યારે ગલીઓમાંથી નીકળી મારી તરફ ઘુરતા લોકોને મેં જાેયા છે. ફૂટપાથની અંધારી જગ્યાઓમાં મારા ઉપર કરાતી ગંદી ટિપ્પણીઓ સાંભળેલી છે. ત્યારે મને અનુભવ થયો કે ફૂટપાથ કરતાં રોડની વચ્ચોવચ્ચ ચાલવું સૌથી સુરક્ષિત છે. હા, તેમાં જાેખમ ચોક્કસ છે પરંતુ એક સ્ત્રી તરીકે હું આ જાેખમ ઉઠાવી લઈશ. કેમ કે અમેરિકામાં દર અઢી મિનિટમાં સરેરાશ એક સ્ત્રી ઉપર બળાત્કાર થાય છે. તેની સામે રોડ એક્સિડન્ટથી મૃત્યુ દર તેર મિનિટમાં થાય છે. આ આંકડાઓ જાેઈએ તો એક સ્ત્રી તરીકે રાત્રે ફૂટપાથ કરતા રોડની વચ્ચે ચાલવું સૌથી સુરક્ષિત છે.

અમેરિકા સેક્સ બાબતે ખુલ્લા વિચારો ધરાવતો દેશ છે. અજાણ્યા સ્ત્રી પુરુષ વચ્ચે સહમતીથી સેક્સનું મુક્ત વાતાવરણ છે. અમેરિકન સમાજમાં સેક્સ બાબતે સૂગ નથી. ત્યાં સેક્સના સામાજિક બંધનો નથી છતાં પણ બળાત્કારની ઘટનાઓનો આંક ઊંચો હોય છે. અમેરિકામાં ટીનએજમાં કિશોરીઓ ઉપર સરખી ઉંમરના પરિચિત મિત્રો દ્વારા થતા બળાત્કારની ઘટનાઓ વિશેષ રહે છે. અમેરિકામાં ૭૦% બળાત્કાર પરિચિત પુરુષો દ્વારા કરવામાં આવે છે. કાયદા બાબતે ચુસ્ત અમેરિકા જેવા દેશમાં બળાત્કારની ઘટનાઓમાં ૯૭% આરોપીઓ કોર્ટમાં નિર્દોષ છૂટે છે.

અગાઉથી પરિચિત હોય તેવા વ્યક્તિઓ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હોવાનો આંકડો ભારતમાં ૯૭% જેટલો છે. મહિલાઓની સુરક્ષાની વાત આવે છે ત્યાં પરિચિતોથી જ સૌથી વધારે જાેખમ હોય છે. ભારતમાં બળાત્કારના મામલામાં કાર્ટમાં દર ચાર કેસમાંમાંથી ત્રણ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો થતો હોય છે. બળાત્કારના મામલા નિવારવા માટે પરિચિત વ્યક્તિઓથી પરિવારની મહિલાઓને સુરક્ષિત અંતર રાખવાનું માર્ગદર્શન આપવું અગત્યનું હોય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution