૨૮ જુલાઈ, ૨૦૨૪ સુધીમાં ૫ કરોડથી વધુ આઈટી રિટર્ન ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફાઈલ કરવામાં આવ્યા


નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ અને આકારણી વર્ષ ૨૦૨૪-૨૫ માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા નજીક આવી ગઈ છે. આવકવેરા રિટર્ન ૩૧ જુલાઈ, ૨૦૨૪ સુધીમાં દાખલ કરવું આવશ્યક છે. નહીંતર પછીથી તમારે દંડ ચૂકવવો પડશે. આવકવેરા રિટર્ન દાખલ કરવાની સમયમર્યાદા જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આવકવેરા વિભાગ દ્વારા એક્સ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આકારણી વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૨૬ જુલાઈ, ૨૦૨૪ સુધીમાં ૫ કરોડથી વધુ આઈટી રિટર્ન ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફાઈલ કરવામાં આવ્યા છે.

માત્ર ૨૬ જુલાઈના રોજ ૨૮ લાખથી વધુ આઈટી રિટર્ન દાખલ કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે કરદાતાઓને માહિતી આપી છે કે આ વર્ષે આઈટી રિટર્ન દાખલ કરવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે જાણીતી આઈટી કંપની ઇન્ફોસિસ (ૈંહર્કજઅજ) સાથે ભાગીદારી કરી છે. આ સાથે આવકવેરા વિભાગે દાવો કર્યો છે કે આઈટી રિટર્ન દાખલ કરવાના છેલ્લા અઠવાડિયામાં પણ કરદાતાઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં થાય.

ભલે આવકવેરા વિભાગે દાવો કર્યો છે કે કરદાતાઓને આઈટી રિટર્ન દાખલ કરવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે, પરંતુ ઘણા કરદાતાઓ ઈ-ફાઈલિંગ પોર્ટલના ડાઉન થવાની ફરિયાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સીએ ચિરાગ ચૌહાને આ અંગે ફરિયાદ કરતા લખ્યું કે આવકવેરા પોર્ટલ ડાઉન છે! જ્રૈંહર્ષ્ઠદ્બી્‌ટ્ઠટૈંહઙ્ઘૈટ્ઠ પોર્ટલ ખૂબ જ ધીમી ગતિએ કામ કરી રહ્યું છે.

 જાે કરદાતાઓ સમયસર આઈટી રિટર્ન દાખલ નથી કરતા તો આવકવેરા વિભાગ દંડ લગાવે છે. જાેકે, જાે આઈટી રિટર્ન દાખલ નથી થતું તો તેના માટે કોણ જવાબદાર છે. આવકવેરા વિભાગે ઇન્ફોસિસને અવરોધ વિના આઈટી દાખલ કરવા માટે નિયુક્ત કર્યું છે. જાે આઈટી રિટર્નની સમયમર્યાદા ચૂકી જવાય તો શું ઇન્ફોસિસ દંડ ચૂકવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution