ગાંધીનગર રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોને ન્યાય અપાવવા કોંગ્રેસ દ્વારા તા. ૧ ઓગસ્ટથી ૧૫મી ઓગસ્ટ સુધી ન્યાય પદયાત્રા નું આયોજન કરાયું છે રાજકોટ મા કાલાવડ રોડ પર રાજકોટ મહાપાલિકાના ભ્રષ્ટ તંત્રને પગલે ગત તા. ૨૫ મે ના ટીઆરપી ઝોન ખાતે બનેલી દુર્ઘટનામાં આજરોજ રાજકોટમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અતુલ રાજાણી દ્વારા રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં પીડિત પરિવારો એ પોતાની વ્યથા ઠલવી હતી. પોતાનો ભાઈ ગુમાવ્યો છે તેવા પીડિત તુષારભાઈ ઘોરેચાએ જણાવ્યું હતું કે દોઢ મહિના પછી અમોને મુખ્યમંત્રી એ બોલાવ્યા છે અમને શહેરના કોઈપણ કોર્પોરેટરો, ધારાસભ્યો, સંસદ સભ્યો કે તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો મળવા આવ્યા નથી ત્યારે અમોએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી સમક્ષ અમારી ૧૨ મુદ્દાની માંગ લેખિતમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરેલ છે તેમાંથી એક પણ મુદ્દો આજે પણ અમલીકરણ થયું નથી. હાલ જે તપાસ સમિતિ દ્વારા સીટની રચના કરાઈ છે તે અમોને ન્યાય અપાવી શકે તેમ નથી. જેથી અમોએ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ, હાઇકોર્ટના નિવૃત્ત જજ દ્વારા તપાસ સમિતિ રચવાની માંગ કરી છે. તપાસનીસ અધિકારીઓ પર આજે અમને ભરોસો નથી. કારણ કે તેઓ દ્વારા ત્રણ કરોડનો ફ્રોડ થયાના આક્ષેપો છે જેથી કોંગ્રેસના જે માગણીઓ હતી તેમાંના તટસ્થ અધિકારીઓ સુધા પાંડે સહિતના જે નામો અપાયા છે તે ત્રણમાંથી બે ની નિમણૂક કરવી જાેઈએ છ મહિનામાં ટ્રાયલ પૂરી કરવી જાેઈએ. જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનમાં જે સ્વજનો હોય પોતાની વ્યથા રજૂ કરી અને દોઢ મહિનો સુધી તેની રજૂઆતો ઉપેક્ષા નો ભોગ બને છે પીડિત પરિવારો સાથે તેની હાંસી ઉડાડી છે. કોર્પોરેટરો, ધારાસભ્ય સાંસદો કોઈને પીડિત પરિવારોના આસૂ લૂંછવાનું મન ન થયું દોઢ મહિના દરમિયાન લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલજી સાથે વાત કરી, ઉપવાસ, રાજકોટ બંધ, ધરણા, રૂબરૂ રાહુલજીએ મુલાકાત કરી. તે પછી સરકારને યાદ આવી. તેમ છતાં મુખ્યમંત્રી દ્વારા કોઈ ગેરંટી કે લેખિત બાંહેધરીએ પણ આપી નથી પીડિત પરિવારો ૪૫ ડિગ્રી તાપ માં ન્યાય માટે ઝઝુમવું પડે તે શરમજનક છે ના છૂટકે અમારે આવનારા ટૂંક સમયમાં ન્યાય યાત્રા પદયાત્રા મોરબીથી શરૂ કરાશે. સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે ટીઆરપી ગેમઝોન અને ભ્રષ્ટાચારને મુદ્દે અમે લડ્યા છીએ તો અમોને બળ મળ્યું છે. ટીઆરપી ગેમ ઝોનની ઘટના પછી મુખ્યમંત્રીને બોલાવવું એ લીપાપોથી સિવાય કશું નથી. ગાંધીનગર બોલાવી નાટક કરાયું છે અને સરકારની સામે લડ્યા એટલે રાજકોટમાં ફક્ત ટીઆરપી ગેમ ઝોનમાંના પીડિત પરિવારોને જ મળ્યા છે. મોરબીની ઘટના તક્ષશિલા ની ઘટના કે વડોદરાની હરણી કાંડની ઘટનામાં મુખ્યમંત્રી ક્યારેય કોઈને મળ્યા નથી. પરંતુ રાજકોટમાં રેલો આવતા મુખ્યમંત્રીને સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા બોલાવી અને બેઠક કરી હતી. જેનું સુરસુરીયું થયું છે. મોરબીથી હવે તારીખ ૧ ઓગસ્ટથી પદયાત્રા જે ન્યાય યાત્રા બની રહે અને પડિત પરિવારો સાથે અમો શરૂઆત કરવાના છીએ. આ પદયાત્રા ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ થઈ અમદાવાદ ૧૫મી ઓગસ્ટે પહોંચશે ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ થશે. ગુજરાતની જનતાનો અવાજ અમે પાર્લામેન્ટ સુધી આ બાબતે લડશું આગામી દિવસોમાં તબક્કાવાર કાર્યક્રમો પણ જાહેર કરાશે.