૨૦૫૦ સુધીમાં મુંબઈ અને કલકત્તા સહિત વિશ્વના ૧૫ શહેરો દરિયામાં ગરક થઈ જવાનો ખતરો

તંત્રીલેખ | 


વૈજ્ઞાનિકો વિશ્વને સતત પર્યાવરણનાં થઈ રહેલા ફેરફારો વિશે ચેતવણી આપતા રહે છે. આબોહવામાં થતાં પરિવર્તનથી ભવિષ્યમાં સર્જાનારા જાેખમો અંગે વૈજ્ઞાનિકોની વારંવાર ચેતવણી છતાં વિશ્વ તેને ગંભિરતાથી લઈ રહ્યું નથી. આવા એક મુદ્દામાં દરિયાકાંઠાના પૂરનો સમાવેશ થાય છે. ન્યુ જર્સી સ્થિત ક્લાઈમેટ સેન્ટ્રલ દ્વારા હાથ ધરાયેલો તાજેતરનો અભ્યાસ સૂચવે છે કે મુંબઈ અને કોલકાતા એવા શહેરોની વૈશ્વિક યાદીમાં છે જે ૨૦૫૦ સુધીમાં દરિયાકાંઠાના પૂરને કારણે નાશ પામશે કારણ કે તે કાયમી ધોરણે ઉચ્ચ ભરતી રેખાની નીચે છે.


વિશ્વની લગભગ ૩૦ કરોડ વસ્તી અને ભારતમાં અંદાજિત ૩.૫ કરોડ લોકો આગામી ૩૦ વર્ષમાં ભારે ભરતીના પૂરને કારણે તેમના ઘર ગુમાવશે. આ વૈશ્વિક જાેખમ અગાઉના અભ્યાસના અનુમાન કરતાં ત્રણ ગણું વધારે છે, જ્યારે ભારતીયો અગાઉ માનવામાં આવતા દરિયાઈ સ્તરમાં વધારો થવાથી સાત ગણા વધુ જાેખમનો સામનો કરી શકે છે.ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલમાં જણાવ્યું હતું કે, નવા અંદાજાે સૂચવે છે કે મુંબઈ જે ભારતની આર્થિક રાજધાની અને વિશ્વના સૌથી મોટા શહેરોમાંનું એક છે તેના પર લુપ્ત થવાનું જાેખમ છે. ટાપુઓમાં, શહેરનો ઐતિહાસિક ડાઉનટાઉન કોર ખાસ કરીને સંવેદનશીલ છે.ભારતીય વૈજ્ઞાનિક, રાજ ભગત પલાનીચામી જે જીઆઈએસ અને રિમોટ સેન્સિંગ નિષ્ણાત છે અને શહેરી વિકાસ અને જળ સંસાધન પર કામ કરે છે તેમણે જાેકે આ અભ્યાસને પડકારતા જણાવ્યું હતું કે નવા પ્રકાશિત એલિવેશન મોડલ અને જાેખમના તારણોને ભારતીય સંદર્ભમાં જાેતી વેળાએ સાવધાની રાખવી જાેઈએ. આ સંશોધન યુએસ અને ઑસ્ટ્રેલિયાના ડેટાસેટ્‌સ સાથે પ્રશિક્ષિત અને પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પછીથી સમગ્ર વિશ્વ માટે એક નવું ભૂપ્રદેશ મોડલ બનાવવા માટે કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ગ્રાઉન્ડ ડેટા સાથે ભારતમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું નથી."


ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જના ગયા મહિને અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે જાે કાર્બન ઉત્સર્જન અનચેક કરવામાં આવે તો ૨૧૦૦ સુધીમાં વૈશ્વિક સમુદ્રનું સ્તર ઓછામાં ઓછું મીટર વધશે. આનાથી સેંકડો શહેરો જાેખમમાં મૂકાશે.દરિયાકાંઠાના પૂર અને ડૂબી જવાના રડાર હેઠળના દેશોમાં ચીન, બાંગ્લાદેશ, ભારત, વિયેતનામ , ઇન્ડોનેશિયા , થાઇલેન્ડ , ફિલિપાઇન્સ અને જાપાનનો સમાવેશ થાય છે.યુએનના અહેવાલ મુજબ, દરિયાની સપાટીમાં ૫૦ સેમીનો નજીવો વધારો વિશ્વભરના લાખો લોકોના જીવનને જાેખમમાં મૂકશે કારણ કે તેનાથી મુખ્ય બંદરોવાળા શહેરોમાં પૂર આવશે.આ અભ્યાસની આસપાસ એક સિદ્ધાંત સ્થાપિત કરતી વખતે, એવું કહેવાય છે કે ૩૦૦ મિલિયન લોકો ગંભીર જાેખમ હેઠળ છે. સરકાર દ્વારા ઉત્સર્જન પર તીવ્ર ઘટાડો કરવાના પ્રયાસો પછી પણ આ જાેખમગ્રસ્ત વિસ્તારો વર્ષમાં ઓછામાં ઓછા એક વખત પૂરનો અનુભવ કરે છે.


અન્ય પડોશી શહેરોની સાથે ચીનનું હૃદય ગણાતું શાંઘાઈ પણ જાેખમમાં મુકાય તેમ છે. એ ઉપરાંત ૧૦ ટકા થાઈલેન્ડ ડૂબી જવાની આગાહી છે, જ્યારે દક્ષિણ વિયેતનામ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે.માનવજાતે ઔદ્યોગિક વિકાસ કરીને અનેક સુખસુવિધાઓ વિકસાવી છે પરંતુ આ વિકાસ પ્રકૃતિ અને પર્યાવરણના ભોગે થઈ રહ્યો છે. પ્રકૃતિને થતા નુકસાનના માઠા ફળ ભોગવવાનો સમય માનવજાત માટે આવી ગયો હોય તેમ લાગે છે. ભારે પ્રદુષણના કારણે એન્ર્ટાકિટકા, હિમાલય અને અન્ય અનેક બરફાચ્છાદિત વિસ્તારોમાં મોટા પ્રમાણમાં બરફ પીગળી રહ્યો છે તેના કારણે દરિયાની સપાટી ઉંચી આવી રહી છે. આ કારણે દરિયાકાંઠાના વિસ્તારો સુનામી જેવી આફતોનો ભોગ બની રહ્યાં છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution