હોમલોન લઈને ઘર ખરીદવું કે એ પૈસાથી અન્ય જગ્યાએ રોકાણ કરવું એ આજે સૌથી મોટો પ્રશ્ન


નવીદિલ્હી,તા.૧૮

પહેલું ઘર દરેક વ્યક્તિ પોતાને રહેવા માટે ખરીદે છે. કેમ કે પોતાનું ઘર અનેક રીતે માનસિક શાંતિ આપનારું હોયછે. જે ભાડાના ઘરમાં શક્ય નથી. જાે આપણે ઈન્કમ ટેક્સની દ્રષ્ટિએ જાેઈએ તો એવામાં પણ તમારે ઘર ખરીદવું ફાયદાકારક છે. ભાડાની દ્રષ્ટએ માત્ર ૐઇછ ક્લેમ કરી શકાય છે. જ્યારે લોન લઈને ઘર ખરીદીને અનેક છૂટ ક્લેમ કરવાની તક મળે છે.

હોમલોન લઈને ઘર ખરીદવું કે એ પૈસાથી અન્ય જગ્યાએ રોકાણ કરવું એ આજે સૌથી મોટો પ્રશ્ન છે. અનેક લોકો વિચારે છે કે લોન લઈને ઘરી ખરીદવું બરાબર નથી. આથી તે બીજી જગ્યાએ રોકાણ કરે છે. જાેકે અનેક ફાયનાન્શિયલ પ્લાનર હોમ લોન લઈને ઘર ખરીદવાનું અને રિકરિંગ ઈન્વેસ્ટમેન્ટ કે જીૈંઁની જગ્યાએ ઈસ્ૈં ભરવાની સલાહ આપે છે. પહેલું ઘર દરેક વ્યક્તિ પોતાને રહેવા માટે ખરીદે છે. કેમ કે પોતાનું ઘર અનેક રીતે માનસિક શાંતિ આપનારું હોયછે. જે ભાડાના ઘરમાં શક્ય નથી. જાે આપણે ઈન્કમ ટેક્સની દ્રષ્ટિએ જાેઈએ તો એવામાં પણ તમારે ઘર ખરીદવું ફાયદાકારક છે. ભાડાની દ્રષ્ટએ માત્ર ૐઇછ ક્લેમ કરી શકાય છે. જ્યારે લોન લઈને ઘર ખરીદીને અનેક છૂટ ક્લેમ કરવાની તક મળે છે.

જાેકે જાે તમે ઈન્કમ ટેક્સ ભરી રહ્યા છો તો ઘર ખરીદવું ખાસ કરીને લોન પર ખરીદવું ફાયદામાં રહી શકે છે. આવો વાત કરીએ કે ઈન્કમટેક્સ એક્ટ અંતર્ગત હોમ લોન લેવાના શું ફાયદા છે અને કેવી રીતે તમે ટેક્સની બચત બમણી કરી શકો છો. સૌથી પહેલાં એ જાણી લો કે ઘર ખરીદવું કે ભાડા પર લેવું... આ ચર્ચાનું શું ઔચિત્ય છે. ઘર ખરીદવું ખાસ કરીને પહેલું ઘર ખરીદવું રોકણથી વધારે ભાવનાત્મક ર્નિણય હોય છે.

જાે તમે પોતાની પત્નીની સાથે જાેઈન્ટ હોમ લોન લો છો તો તમે અલગ-અલગ આ ફાયદાનો ક્લેમ કરી શકે છે. એવામાં કમ્બાઈન લિમિટ સેક્શન ૮૦ સી અંતર્ગત ૩ લાખ રૂપિયા અને સેક્શન ૨૩ બી અંતર્ગત ૪ લાખ રૂપિયા હશે. એટલે કુલ ૭ લાખ રૂપિયાનું ડિડક્શન મળશે. આ એક એવું પગલું છે જે તમારી હોમ લોનને એસેટ ક્રિએશન ટૂલની સાથે ટેક્સ સેવિંગ એવન્યુ બનાવી શકો છો.

ઈન્કમ ટેક્સ અંતર્ગત હોમ લોનના પ્રિન્સિપલ એમાઉન્ટના રિપેમેન્ટ પર સેક્શન ૮૦ સી અંતર્ગત દોઢ લાખ રૂપિયાનું ડિડક્શન લઈ શકાય છે. જ્યારે સેક્શન ૨૪-બી અંતર્ગત હોમ લોનના વ્યાજ પર ૨ લાખ રૂપિયા સુધીનું ડિડકશન ક્લેમ કરી શકાય છે. લોન લેનારા વ્યક્તિ આ બંનેને મેળવીને એક નાણાંકીય વર્ષમાં ટેક્સ બચતમાં ૩.૫ લાખ રૂપિયા સુધીનો ક્લેમ કરી શકો છો.

જાેકે ટેક્સ બેનિફિટનો ફાયદો લેવા માટે તમારે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જાેઈએ. હોમ લોનના કો-બોરોઅર ખરીદવામાં આવેલી પ્રોપર્ટીમાં કો-ઓનર પણ હોવા જાેઈએ. જાે આવું નહીં હોય તો ટેક્સમાં લાભ નહીં મળે. આ મામલામાં ઈસ્ૈં ચૂકવવામાં ભાગીદાર હોવા છતાં તેને ટેક્સ બેનિફિટ નહીં મળે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution