એસઆરપી જવાનોની બસ પલટી ઃ ૩૦થી વધુ ઈજાગ્રસ્ત

હાલોલ : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ચાંપાનેરમાં આવેલામાં ફાયરિંગ બટ માં ફાયરિંગની તાલીમ માટે આવેલ દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના જવાનોની એક બસ પલટી ખાઈ જતાં ૩૦ થી ૩૫ જેટલા એસઆરપીના જવાનો ઇજાગ્રત થયા હતા, જેમાં બે જવાનોની હાલત વધુ ગંભીર હોવાને લઈને તેઓને તાત્કાલિક વડોદરા સયાજી હોસ્પિટલમાં રિફર કરાયા છે. અન્ય છથી સાત જેટલા જવાનોને પણ હાલોલ નીર ખાનગી હોસ્પિટલ સહિત વડોદરા ખાતે રિફર કરવાની ફરજ પડી હોવાની માહિતી મળવા પામી છે.

બનાવની મળતી વિગતો પ્રમાણે હાલોલ તાલુકા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં ડુંગરાળ વિસ્તારમાં આવેલી ફાયરિંગ બટમાં ફાયરિંગની તાલીમ માટે આવેલા દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના ૧૩૧ જેટલા જવાનો આજે ત્રણ દિવસની તાલીમ પૂરી કરી પોલીસ બસોમાં પરત દાહોદ જવા માટે નીકળ્યા હતા ત્યારે ફાયરિંગ બટના ડુંગરાળ અને કાચા માર્ગ ઉપરથી બહાર નીકળતા સમયે એસઆરપી ગ્રુપના જવાનોની એક બસની ઢાળ ઉતરતા બ્રેક ફેઈલ થઈ જતા ૪૫ થી ૫૦ જેટલા એસઆરપી જવાનો ભરેલી બસ બેકાબુ બની કોતરમાં ઉતરી જઈ પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બસ પલટી ખાતા અન્ય બસોમાં સવાર એસ.આર.પી જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને અન્ય એસઆરપી બસ સહિત ૧૦૮ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક તમામ ઇજાગ્રસ્ત અને હાલની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેમાં ૩૭ જેટલા એસઆરપી જવાનોને ઇજા પહોંચી હતી જેઓની તાત્કાલિક સારવાર હાથ ધરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution