સ્ટ્રીટલાઇટ ચાલુ રહેવાથી તેનું ભારણ શહેરીજનો પર પડે છે ઃ ભાજપ કર્યકર

વડોદરા, તા. ૧૧

વડોદરા મહાનગર પાલીકા વિજળી બચાવોની મોટી મોટી જાહેરાતો અને શહેરીજનોને મોટા મોટા વાયદા બતાવતા હોય છે. પરંતુ જે પાલીકા વિજળી બચાવવાની જાહેરાત કરતા હોય છે તે જ પાલીકાના કર્મચારીઓ વિસ્તારમાં લાગેલ સ્ટ્રીટ લાઇટો રાત્રે ચાલુ કર્યા બાદ સવારે ૧૦ વાગ્યા સુધી ચાલુ રહેતા વાર્ડ નંબર સાતના ભાજપના કર્યકર દ્વારા પાલીકાના સ્ટ્રીટ લાઇટના કર્મચારીઓ સામે રોષ દાખવ્યો હતો.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પાલીકાના કર્મચારીઓ દ્વારા સ્ટ્રીટ લાઇટ સાંજે ચાલુ કર્યા બાદ સવારે ૧૦ થી ૧૦.૩૦ વાગ્યા સુધી ચાલુ રહેતા વોર્ડ સાતના ભાજપના કર્યકર હિતેશ સાંગઠીયા દ્વારા પાલીકાના કર્મચારીઓ સામે રોષ દાખવ્યો હતો. છેલ્લા ચાર થી પાંચ દિવસ કરતા પણ વધુ સમય કરતા પાલીકાના સ્ટ્રીટ લાઇટના કર્મચારીઓ દ્વારા સાંજે દરેક વિસ્તારની સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવતી હોય છે પરંતુ આ સ્ટ્રીટ લાઇટો સવારના ૧૦ વાગ્યા સુધી ચાલુ રહેતી હોવાથી ભાજપના જ કાર્યકર દ્વારા કેટલીક વાર પાલીકાના સ્ટ્રીટ લાઇટના કર્મચારીઓને જાણ કરવામાં આવે છે છતા પણ કર્મચારીઓ દ્વારા ગોળગોળ જવાબ આપતા કર્યકર દ્વારા પાલીકાના કર્મચારી સામે રોષ દાખવ્યો હતો. પાલીકાના સ્ટ્રીટ લાઇટ સવારે ચાલુ છે તેવી જાણ દરરોજ ભાજપના કર્યકર દ્વારા કરવામાં આવે છે પરંતુ પાલીકાના સ્ટ્રીટ લાઇટના કર્મચારી કોઇપણ પ્રકારની બીક ના હોય તે રીતે દોષનો ટોપલો પોતાના ઉપલા અધિકારી પર નાખતા હોય છે. જાે કે મળતી માહીતી મુજબ તો પાલીકાનો આ કર્મચારી જાે ભાજપ જેવી પાર્ટીના કર્યકર સાથે આવુ ગેરવર્તુણક કરે તો વિસ્તારના આમ આદમી સાથે કેવી રીતે વર્તુણક કરતા હશે તેવી વાતો વહેતી થતા જાેવા મળી હતી.

વોર્ડ નં ૭ ના પાલીકાના સ્ટ્રીટ લાઇટના કર્મચારી યોગેશ મકવાણાતો મળતી માહીતી મુજબ ભાજપના કર્યકર અને સ્થાનિક નગરસેવકો નુ પણ નથી સાભંળતા અને પોતાની મરજી પ્રમાણેનુ કામ કરતા હોય તેવા સવાલો ઉભા થતા જાેવા મળ્યા છે. જાે કે જે વિસ્તારમાં સ્થાનિક નગર સેવક રહે છે તેના ઘરની બહાર જ સવારે ૧૦ થી ૧૦.૩૦ સુધી લાઇટો ચાલુ રહે છે. ભાજપના કર્યકર દ્વારા તો એવુ પણ જણાવ્યુ હતુ કે સ્ટ્રીટ લાઇટના કર્મચારી યોગેશ મકવાણા સ્ટ્રીટ લાઇટ ચાલુ છે તેવી જાણ કરતા ની સાથે જ કર્મચારી રોષે ભરાતા હોય છે. જાે સ્ટ્રીટ લાઇટ જાે ચાલુ રહી જાય તોએ સ્ટ્રીટ લાઇટનુ ભારણ શહેરીજનોને ભોગવવુ પડતુ હોય છે જેથી વોર્ડ નં ૭ ના ભાજપના કર્યકર હિતેશ સાંગઠીયા તેમને ફોન કરીને જાણ કરતા હોય છે જેથી શેહરીજનો પર તેનુ ભારણ ઓછુ રહે પરંતુ આ જાડી ચામડીના કર્મચારીને કશો ફરક કે કોઇ પણ અધિકારીની બીક ના હોય તે રીતે દરેક શહેરીજનો જાેડે વર્તન કરતા હોય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution