વડોદરા શહેરમાં હાઈસ્પિડ રેલની કામગીરી પૂર જાેશમાં ચાલુ છે. પીલર્સ ઉભા કરવાની માટાભાગની કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે ગર્ડર લોન્ચીંગની કામગીરી અંતર્ગત વિશ્વામિત્રી, શાસ્ત્રી બ્રિજ પર કામગીરી પૂરી થયા બાદ હવે આવતિકાલ થી આ ગર્ડર લોન્ચીંગની કામગીરી ગોરવા મધુનગર બ્રિજ ઉપર હાથ ઘરાનાર છે.જેના પગલે આ બ્રિજ આવતિકાલ થી તા. ૧૫મી એટલે સોમવાર સુધી બંધ રહેશે.જેથી આ બ્રિજ પર અવર જવર કરતા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ પંડ્યા બ્રિજ થી જઈ શકશે.
હાઈસ્પિડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેનની કામગીરી અંતર્ગત વિવિધ બ્રિજીસની ઉપર ગર્ડર લોન્ચીંગની કામગીરી કરવામાં આવી રહી છે. જે ર્તર્ગત વડોદરા શહેરમા વિશ્વામિત્રી અને પંડ્યા બ્રિજ પર આ કામગીરી પૂરી થઈ છે. ત્યારે ગોરવા મધુનગર બ્રિજ પર હવે આ કામગીરી આવતિકાલ થી હાથ ધરવામાં આવનાર છે.આવતિકાલથી આ કામગીરી ૬ દિવસ એટલે સોમવાર સુધી ચાલશે. જેથી આ માર્ગ પર તમામ પ્રકારના વાહનોની અવર જવર બંધ રહેશે, આ સંદર્ભે શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં કહ્યુ છે કે, હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ સી-૫ પેકેજની કામગીરી ચાલી રહી છે.જે અંતર્ગત મધુનગર બ્રિજ પર ગર્ડર લોન્ચિંગની કામગીરી કરવાની હોવાથી આ બ્રિજ બંધ રહેશે,જેના વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મધુનગર ચાર રસ્તાથી મધુનગર બ્રિજ થઈને છાણી જકાતનાકા તરફ અવર-જવર કરતા વાહનો માટે મધુનગર ચાર રસ્તાથી બાપુની દરગાહ ત્રણ રસ્તા, અમર કાર ત્રણ રસ્તા, ગેંડા સર્કલ, પંડ્યા બ્રિજ ઉપર ફતેગંજ સર્કલ, નિઝામપુરા થી ડિલક્ષ ચાર રસ્તા, મહેસાણા નગર થી સૈનિક છાત્રાલય થઈને નવાયાર્ડ, ફૂલવાડી ચાર રસ્તા તરફ અવર-જવર કરી શકશે. જ્યારે નવાયાર્ડ ફૂલવાડી ચાર રસ્તાથી ફતેગંજ સર્કલ તથા છાણી જકાતનાકા સર્કલ તરફ જતા વાહનો માટે ફૂલવાડી ચાર રસ્તાથી ચીશ્તીયાનગર ત્રણ રસ્તા થી જમણી બાજુ વળી, ફતેગંજ પોલીસ સ્ટેશન રોડ, પંડ્યા બ્રિજ નીચે થઈને જે તે તરફ જઈ શકાશે.