ફ્લેટના પઝેશનમાં વિલંબ થશે તો બિલ્ડર્સ હોમ બાયર્સને વાર્ષિક 6% વ્યાજ આપશે

દિલ્હી-

જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને કે.એમ. જાેસેફની એક બેન્ચે દર વર્ષે બાયર્સને ફ્લટની કિંમત પર ૬ ટકા વ્યાજ આપવા માટે કહ્યું છે. આ બંને બિલ્ડર્સ બેંગલુરુમાં ફ્લેટ બનાવી રહ્યા છે. બેન્ચે કહ્યું કે જે બાયર્સના ફ્લેટના પઝેશન આપવામાં બેથી ચાર વર્ષનો વિલંબ થઈ ચૂકયો છે બિલ્ડર્સ તેમને વ્યાજ આપશે. નામથી ઓળખવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે એનસીડીઆરસીના ૨ જુલાઈ, ૨૦૧૯ના એ આદેશને પણ રદ કરી દીધો જેમાં ૩૩૯ ફ્લેટ ખરીદનારાઓની ફરિયાદ ફગાવી દેતાં કહ્યું હતું કે વિલંબ કે વાયદાના અનુરૂપ સુવિધાઓ ન મળવાની સ્થિતિમાં ફ્લેટ ખરીદ સમજૂતીમાં નિર્ધારિત કરવામાં આવેલી રકમથી વધુ વળતરના હકદાર નથી.

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, ફ્લેટ ડિલીવરીમાં વિલંબ થતાં ૫ રૂપિયા પ્રતિ સ્ક્વેર ફુટના હિસાબથી બિલ્ડર પહેલાની જેમ પેનલ્ટી આપશે. તેની સાથે જ બિલ્ડર્સને હવે ફ્લેટની કિંમત પર વર્ષે ૬ ટકા વ્યાજ પણ હોમ બાયર્સને ચૂકવવું પડશે. બેન્ચે કહ્યું કે, શરૂઆતમાં બિલ્ડર્સને વાર્ષિક ૬ ટકા વ્યાજ આપવું પડશે. પરંતુ ફ્લેટ પઝેશનમાં ૩૬ મહિનાથી વધુનો વિલંબ થશે તો પઝેશન સુધી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના હિસાબથી પેનલ્ટી આપવી પડશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution