બજેટ સત્રઃ રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરશે કોંગ્રેસ સહિત 16 પાર્ટીઓ

દિલ્હી-

શુક્રવારથી શરૂ થઇ રહેલ સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બંને ગૃહોને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિના અભિભાષણનો કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના, અકાલી દળ, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સહીત ૧૬ પાર્ટીઓ બહિષ્કાર કરશે. આ તમામ પાર્ટીઓ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું છે કે અમે તમામ ૧૬ રાજકીય પક્ષો એક નિવેદન જાહેર કરી રહ્યાં છીએ કે અમે રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરી રહ્યા છીએ. જે આવતી કાલે સંસદમાં આપવામ આવશે. આ ર્નિણય પાછળ મુખ્ય કારણ એ છે કે ત્રણ કૃષિ કાયદાઓને વિપક્ષ સાથે ચર્ચા કર્યા વગર સંસદમાં જબરદસ્તી પસાર કરી દેવામાં આવ્યા છે.

કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી,નેશનલ કોન્ફરન્સ, ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના, સમાજવાદી પાર્ટી, આરજેડી, સીપીઆઇ (એમ), આઈજેએમએલ, આરસીપી, પીડીપી, એમડીએમકે, કેરળ કોંગ્રેસ, એઆઈયુડીએફ. આ સિવાય અકાલી દળ અને આમ આદમી પાર્ટી પણ અભિભાષણનો બહિષ્કાર કરશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution