બજેટ ૨૦૨૪ : કોને નફો? કોને ખોટ!

રોજગાર, વિકાસ અને ગઠબંધન જેવા પડકારો વચ્ચે સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. દેશની અર્થવ્યવસ્થા હજુ પણ પ્રથમ ટર્મની મંદી અને બીજી ટર્મના રોગચાળા-પ્રેરિત આંચકામાંથી બહાર આવી રહી છે ત્યારે ચૂંટણી પછીનું બજેટ સરકાર માટે રાજકોષીય સમીકરણો ફરીથી સેટ કરવાની, અર્થતંત્ર માટે સુધારાની પ્રક્રિયા શરૂ કરવાની એક તક હતી એમ ગણી શકાય. જાે કે મોદીના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ સરકારની બદલાયેલી રાજકીય વાસ્તવિકતા દર્શાવે છે પણ દેશની આર્થિક વાસ્તવિકતાને અનુલક્ષીને સંતોષકારક કહી શકાય નહીં. કેન્દ્રમાં સરકાર ચલાવવા ગઠબંધનના રાજકીય સાથીદારોને સાધી રાખવાના પડકારનો સામનો ભાજપ કરી રહ્યું છે એ પ્રયાસો બજેટમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.

મોદી સરકાર ૩.૦ના પહેલા બજેટ પહેલા બે મહત્વના પ્રશ્નો હતા. પહેલો સવાલ એ હતો કે જાે જીડીપી વૃદ્ધિ દર વિશ્વમાં સૌથી વધુ છે અને મોંઘવારી કાબૂમાં છે તો રોજગારીનું સંકટ શા માટે યથાવત છે? બીજાે પ્રશ્ન રાજકીય હતો કે આ બજેટથી ભાજપના મુખ્ય સહયોગી નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુને શું વિશેષ ફાયદો થશે? એ સ્પષ્ટ છે કે મોદી સરકારે આ બંને વિષયો પર ધ્યાન આપ્યું છે.

લાંબા સમય બાદ ભારતીય રાજનીતિમાં ગઠબંધન પક્ષોનું વર્ચસ્વ બજેટમાં સ્પષ્ટપણે જાેવા મળ્યું છે. પોતાના બે મોટા સહયોગીઓની માંગણીઓને પૂર્ણ કરતા મોદી સરકારે આ બજેટમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની સીધી સહાયની જાહેરાત કરી છે. બિહારને ભલે વિશેષ દરજ્જાે ન મળ્યો હોય પરંતુ રોડ, પુલ, હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ૨૬,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મહાગઠબંધનના દબાણને કારણે બિહારને પૂર વ્યવસ્થાપન માટે ૧૫,૦૦૦ કરોડ રૂપિયા અને મંદિરોના વિકાસ માટે વિશેષ બજેટ મળ્યું છે. એકંદરે, બિહારને રૂ.૩૭,૦૦૦ કરોડની સીધી સહાય મળી છે. આંધ્રપ્રદેશને પણ ૧૫,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેમાં ઔદ્યોગિક કોરિડોર અને નવી રાજધાનીના વિકાસ માટેની જાેગવાઈઓનો સમાવેશ થાય છે.

બજેટમાંયુવા અને ખેડૂતો જેવા મહત્વના મતદાર જૂથોની નારાજગીનો સામનો કરવાનો પણ પ્રયાસ કરાયો છે.

બજેટની વિશેષતા એ છે કે મોદીજીએ જે ચાર વર્ગને ધ્યાનમાં રાખીને પ્રચાર કર્યો હતો તેઓ આ બજેટના સૌથી વધુ લાભાર્થી સાબિત થયા છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભાજપનું પ્રદર્શન ૨૦૧૪ અને ૨૦૧૯ની તુલનામાં નબળું હતું, ત્યારે ચર્ચા એવી હતી કે બેરોજગારી અને અગ્નિપથ યોજનાને લઇને યુવાવર્ગની નારાજગી અને સ્જીઁ સહિતની વિવિધ માંગણીઓ સાથે ખેડૂતોના અસંતોષે ગ્રામીણ વિસ્તારોમાં ભાજપની પકડ નબળી કરી, જેના કારણે ચૂંટણીમાં નુકસાન થયું.

બજેટ ૨૦૨૪-૨૫ની જાેગવાઈઓ જાેતા એવું લાગે છે કે સરકારે લોકસભાની ચૂંટણીમાંથી બોધપાઠ લઈને આ વર્ગોની સેવા કરવા પર પૂરેપૂરું ધ્યાન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ચાર જાતિઓને દેશના સૌથી અગ્રણી વર્ગ તરીકે વર્ગીકૃત કરી હતી, એટલે કે ગરીબ, યુવાનો, મહિલાઓ અને ખેડૂતો, તેઓ આ બજેટના સૌથી વધુ લાભાર્થી સાબિત થયા છે.

વાસ્તવમાં, આર્થિક સર્વેક્ષણ કહે છે કે દેશના માત્ર ૫૧.૨૫% યુવાનો પાસે રોજગાર યોગ્ય કૌશલ્ય છે, જ્યારે ૪૮.૭૫% યુવાનો રોજગારના ધોરણો પર સંપૂર્ણ રીતે ફિટ નથી. આનો અર્થ એ થયો કે દર બીજા યુવા રોજગાર માટે યોગ્ય નથી, જ્યારે ભારતની ૬૫% વસ્તી ૩૫ વર્ષથી ઓછી વયની છે. તેથી જ આ વખતે કેન્દ્ર સરકારે બજેટમાં સંપૂર્ણપણે રોજગાર સર્જન અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. યુવાનો માટે ઘણી નવી જાહેરાતો કરવામાં આવી છે, જેમાંથી વડાપ્રધાન ઈન્ટર્નશિપ સ્કીમની જાહેરાત સૌથી ખાસ છે.

આ યોજના હેઠળ દેશની ટોચની ૫૦૦ કંપનીઓ આગામી ૫ વર્ષમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપ દ્વારા કૌશલ્ય પ્રશિક્ષણ આપશે. આ સમયગાળા દરમિયાન, ભારત સરકાર આ યુવાનોને દર મહિને ૫,૦૦૦ રૂપિયાનું ભથ્થું આપશે, જે સમગ્ર એક વર્ષના તાલીમ સમયગાળા માટે ચાલુ રહેશે. કંપનીઓ તેમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (ઝ્રજીઇ) ફંડમાંથી તાલીમ ખર્ચ અને ઇન્ટર્નશિપ ખર્ચના ૧૦ ટકા ભોગવે તેવી અપેક્ષા રાખવામાં આવશે. દેશની ટોચની ૫૦૦ કંપનીઓને ઝ્રજીઇ ફંડ દ્વારા ચૂકવણી કરવાની મંજૂરી આપીને, સરકારે એક કાંકરે બે પક્ષી માર્યા છે. અત્યાર સુધી સરકાર પોતે યુવાનો અને અન્ય બેરોજગાર લોકોને કૌશલ્ય પ્રશિક્ષણ આપવાની વ્યૂહરચના પર કામ કરી રહી હતી. પરંતુ છેલ્લા પાંચ-સાત વર્ષનો અનુભવ દર્શાવે છે કે કૌશલ્ય પ્રશિક્ષણ કેન્દ્રોમાંથી તાલીમ લીધા પછી પણ મોટાભાગના યુવાનોને નોકરી મળી શકી નથી. તેનું સૌથી મોટું કારણ એ જાણવા મળ્યું કે સ્કીલ ટ્રેનિંગ સેન્ટરની તાલીમ પણ યુવાનોને એટલી કાર્યક્ષમ બનાવી શકતી નહતી કે કંપનીઓ તેનો ઉપયોગ કરી શકે. એટલે કે દેશના લગભગ ૫૦ ટકા સ્નાતક યુવાનો કામ કરવા સક્ષમ નથી, તેવી જ સ્થિતિ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમોમાં પણ વિકસી રહી હતી.

કેન્દ્ર સરકારે રોજગાર સર્જન માટે ૨ લાખ કરોડ રૂપિયાની બજેટ જાેગવાઈ કરી છે અને આશા વ્યક્ત કરી છે કે તેનાથી ૪ કરોડ નવી રોજગારી સર્જાશે. રોજગારના દૃષ્ટિકોણથી બીજી મહત્વપૂર્ણ જાહેરાત નવી નોકરીઓ માટે સબસિડી છે. ભારતના ઈતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું છે કે કેન્દ્ર સરકાર રોજગારી આપવા માટે બજેટ દ્વારા સબસિડી આપી રહી છે. હવે સરકાર ઔપચારિક ક્ષેત્રમાં દરેક નવી નોકરી પર પગારનો કેટલોક બોજ (મહત્તમ રૂ. ૧૫,૦૦૦ સુધી, ત્રણ હપ્તામાં) ઉઠાવશે. આ ઉપરાંત રોજગારી આપતા ઉદ્યોગોના કર્મચારીઓના ઈઁહ્લમાં દર મહિને રૂ.૩,૦૦૦ની સહાય પણ આપવામાં આવશે. જાે કે,ખરો પડકાર એ છે કે કેન્દ્ર સરકાર પછી રાજ્ય સરકારોએ પણ પોતાના સ્તરે આવી જાેગવાઈઓ પર કામ કરવું પડશે. દરેક રાજ્યમાં નોકરીની કટોકટી પ્રવર્તે છે.

આ સિવાય મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોકરીઓ ઊભી કરવા માટે એક સ્કીમ પણ લાવવામાં આવી રહી છે, જેના હેઠળ દરેક મેન્યુફેક્ચરિંગ સેક્ટરના એકમે ૫૦ નવી નોકરીઓ આપવી પડશે. જાે આમ થશે તો ભારતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નવી નોકરીઓનું પૂર આવશે. સરકાર અહીં પણ પગાર માટે સબસિડી આપશે. કૃષિક્ષેત્ર અને મહિલા માટે વિશેષ જાેગવાઇ શું છે એ હવે પછીના લેખમાં...

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution