દિલ્હી-
બજેટમાં જીડીપી ગ્રોથના આંકડાઓ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત રહે છે. તેનાથી જાણી શકાય છે કે દેશમાં આર્થિક વિકાસ કેટલો ઝડપથી થઈ રહ્યો છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન – GDP દ્વારા સમજી શકાય છે કે દેશમાં કેટલા માલનું ઉત્પાદન થયું અને આખા વર્ષમાં કેટલી સેવાઓ આપવામાં આવી હતી. કુલ ઉત્પાદન અને કુલ સેવાને સાંકળે છે.
ગ્રોથ સામાન્ય રીતે કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે થાય છે. આ ત્રણ ક્ષેત્રના વિકાસને જોડીને એક આંકડો મેળવાય છે. આ આંકડાને જીડીપી ગ્રોથ એટલે કે આર્થિક વિકાસ દર કહેવામાં આવે છે. જીડીપી ગ્રોથ જેટલો ઉચો છે, દેશનો વિકાસ તેટલો વધુ થાય છે અને બજાર પણ એટલું જ ખુશ રહેશે. ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આગામી બજેટમાં જીડીપી ગ્રોથ 7 થી 7.5 ટકાની વચ્ચે સુધારવા માંગે છે.
ડાયરેક્ટ ટેક્સ VS ઈન્ડાયરેક્ટ ટેક્સ
ડાયરેક્ટ ટેક્સ એ કર છે જે સરકાર તમારી કમાણી પર લેવાય છે. જો તમે કમાણી કરી નથી, તો કર ચૂકવશો નહીં. આવકવેરો સીધો કરમાં જ આવે છે. તમે કમાણી કરશો તો જ તમે આવકવેરો ભરશો. પરંતુ પરોક્ષ કરનો કમાણી સાથે કોઈ લેવા-દેવા નથી. તમે કંઈપણ કમાણી કરો અથવા નહીં કરો તો પણ તમારે ટેક્સ ભરવો પડશે.
જો તમે કોઈ ખરીદી કરો છો, તો પછી તમારા ખિસ્સામાંથી નીકળનાર કેટલાક પૈસા સરકારી ખાતામાં જાય છે. અગાઉ ઘણા પ્રકારના વેરા હતા જેવા કે વેટ, એક્સાઈઝ ડ્યુટી અને અન્ય પ્રકારના ટેક્સ હતા પરંતુ હવે સરકારે બધાને ખતમ કરી ઈન્ડાયરેક્ટ ટેક્સને GST બનાવ્યો છે.
આવકવેરા ઉપરાંત સીધા કરમાં ગિફ્ટ ટેક્સ, સંપત્તિ વેરો, મૂડી લાભ કર વગેરેનો સમાવેશ થાય છે. જો તમે કમાણી કરો છો, તો પછી આ કર ચૂકવવા પડશે. કંપનીઓ માટે આ કર દ્વારા કોર્પોરેટ ટેક્સમાં આવરી લેવામાં આવે છે. જે વ્યક્તિ અથવા કંપનીએ કમાણી કરી છે તેણે ડાયરેક્ટ ટેક્સ ચૂકવવો પડશે.