બજેટ 2021 : કઈ વસ્તુ પર કેટલો કૃષિ સેસ લાદવામાં આવ્યો ?

અમદાવાદ-

નાણાંમંત્રીએ આજે દેશનું બજેટ રજુ કર્યું છે. આ બજેટમાં ફાર્મ સેસની જાહેરાત કરવામાં આવી છે. ફાર્મ સેસના નામે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધાર્યો છે. સરકારે પેટ્રોલ પર ફાર્મ સેસ 2.50 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લિટર લાદ્યવાની જાહેરાત કરી છે.સરકારે બેઝિક અને વધારાની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરીને આ કૃષિ સેસ લાગુ કરવાની જાહેરાત કરી છે એટલેકે આ નવા વધારાના સેસથી ગ્રાહકોને કોઇ ખાસ ફરક નહિ પડે.

આ ઉપરાંત સોના અને ચાંદી પર 2.5 ટકા ફાર્મ સેસ લાદ્યો છે. આલ્કોહોલિક પીણાં પર 100 ટકા ફાર્મ સેસ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત કાબુલી ચણા પર 30 ટકા, બંગાળ ગ્રામ પર 50 ટકા,કોટન પર 5 ટકા તેમજ મસૂર દાળ પર 20 ટકા એગ્રી ઇન્ફ્રા સેસ લાદવામાં આવ્યો છે.

કોરોના કાળમાં સરકારની તિજોરી ખાલી છે અને આવક પર અસર પડી છે. આ સ્થિતિમાં વધારાની રકમ એકત્રિત કરવી જરૂરી છે. વર્તમાન નાણાંકીય વર્ષ 2020-21 માટે સરકારે આરોગ્ય અને શિક્ષણ ઉપકર દ્વારા 26,192 કરોડના ભંડોળ એકઠું કરવાની બજેટમાં જોગવાઈ કરી હતી. બે ફેબ્રુઆરી 2021થી આ સેસ લાગુ કરવામાં આવશે.

વસ્તુ ફેરફાર

પેટ્રોલ 2.50 Rs, ડીઝલ 4.00 Rs, સોનું 2.50%, ચાંદી 2.50%, આલ્કોહોલિક પીણાં 100%, કાબુલી ચણા 30%, બેંગાલ ગ્રામ 50%, કોટન 5%, મસૂર દાળ 20%, સોયાબીન 20%, કોલસો 1.50%, લિગ્નાઇટ 5%, ખાતર 40%

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution