રાજપીપળા, ગુજરાત અને રાજસ્થાનમાં સારી સફળતા બાદ એ બીટીપી હવે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ વસાવા, પરેશ વસાવા, ઉલ્હાસ વસાવે, અશોક યાદવ સહિત અન્ય આદિવાસી સંગઠનના આગેવાનું એક ડેલીગેશન પશ્ચિમ બંગાળના આદીવાસી વિસ્તારની મુલાકાતે પહોંચ્યું હતું.૮ દિવસના પોતાના પ્રવાસ દરમિયાન બીટીપી ડેલીગેશન ત્યાંના સામાજિક સંગઠન અને સ્થાનિક રાજકીય પાર્ટીઓને સાથે રાખી ત્યાંની સમસ્યાઓ વિશે તાગ મેળવ્યો હતો. બીટીપી ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ વસાવાએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ૧૬ થી વધુ બેઠકો એવી છે કે જ્યાં આદિવાસી સમાજના મતોનું ઘણું પ્રભુત્વ છે, અમે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ૧૦ થી વધુ બીટીપી ના ઉમેદવારો ઉભા રાખીશું.સ્થાનિક પાર્ટી જાે આવશે તો ગઠબંધન વિશે વિચારીશું, ગુજરાત કરતા પ્શ્ચિમ બંગાળની રાજનીતિ ઘણી અલગ છે.રાજ વસાવાએ જણાવ્યું હતું કે બંગાળના ઉત્તરપૂર્વી ભાગમાં ઝારખંડ, છત્તીસગઢથી આદીવાસીઓને ચ્હાના બગીચાઓમાં કામ કરવા છેલ્લી ૪-૫ પેઢીથી અંગેજાેના શાસન વખતે લવાયા હતા.ત્યાં આદિવાસીઓ ઉરાંવ, સરના, કુડુક, મુંડા સમુદાયના છે એમને ટી-ટ્રાયબ તરીકે પણ ઓળખાય છે.એમની આજે પણ ત્યાં ખરાબ સ્થિતિ છે.એમને રહેવા માટે ચ્હાના બગીચાઓમાં નાના મકાનો મળ્યા છે, જ્યાં સુધી તેઓ કામ કરશે ત્યાં સુધી જ એમને એ મકાનમાં રહેવા દેવાશે.એમને ૧૭૫ રૂપિયા લઘુતમ વેતન મળે છે.રાજ વસાવાએ જણાવ્યું કે ત્યાં આદીવાસીઓ માટે આરોગ્ય અને ભણવાની સુવિધાઓ સારી નથી, ઉચ્ચ શિક્ષા માટે અન્ય શહેરોમાં જવું પડે છે, રોજ જીવિત રહી શકે એટલી જ એમને સુવિધાઓ મળે છે.બાંગ્લાદેશ અને નેપાળથી આવેલા લોકોને ત્યાં રહેવા, પ્રોપર્ટી ખરીદવા અને નોકરી ધંધાના અધિકાર છે પણ આદિવાસીઓની એ અધિકાર નથી મળ્યા.ભારતની આઝાદીના ૫૦-૬૦ વર્ષ પછી અહીંયા આદિવાસીઓને હમણાં થોડાક સમહ પેહલા જ મત આપવાનો અધિકાર મળ્યો છે. સીએએ એનસીએ અમલી બને તો છત્તીસગઢ અને ઝારખંડથી અહીંયા આવેલા અદિવસીઓને તકલીફ પડશે.પશ્ચિમ બંગાળમાં પેસા એક્ટ, વન અધિકાર કાયદો અને ૫ મી અનુસૂચિ લાગુ નથી કરાઈ.રાજકીય રીતે ત્યાં આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કમજાેર અને ઓછું છે. આદિવાસી સમુદાય મુખ્ય ક્રિશ્ચિયન, હિંદુ, મુસ્લિમ અને બૌદ્ધ ધર્મમા વહેચાયેલું છે.દાર્જિલિંગ ક્ષેત્રમાં નેપાળી ગોરખાઓએ ગોરખાલેંડની મુવમેન્ટ ઉપાડી છે એ જમીન ખરેખર ત્યાંના મૂળ “લેપચા” અને “કુરસેઓગ“ આદીવાસી સમુદાયની છે.