લાખણીમાં જૂની અદાવતમાં શખ્સની ઘાતકી હત્યા

અંબાજી, ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડાએ ઘટનાસ્થળ પર પહોંચી તપાસની તજવીજ હાથ ધરી છે. ઘટના સ્થળનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ કહી રહી છે કે, આ મોબ લિંચિંગ છે પરંતુ જિલ્લા પોલીસ વડાએ મોબ લિંચિંગ નહીં પરંતુ અદાવતમાં હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે એકવાર ફરી સવાલો ઊભા થયા છે.. આજે વહેલી સવારના સમયે લાખણી તાલુકાના આગથલા ગામ નજીક એક વ્યક્તિને લોખંડની પાઇપ અને ધારિયા વડે હુમલો કરીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. દિયોદર તાલુકાના સેસણ ગામનો મિસરીખાન જુમેરખાન આજે પિક ડાલા સાથે આગથલા ગામ નજીકથી વહેલી સવારના પસાર થઈ રહ્યા હતા, તે દરમ્યાન સ્કોર્પિઓ ગાડીમાં આવેલા પાંચ શખ્સોએ જાનથી મારી દેવાની ધમકી આપીને મિસરીખાન બાલોચને ગાડીને આંતરી હતી અને ત્યારબાદ સ્કોર્પિઓ કારમાં આવેલા દિયોદરના વતમ ગામના અખેરાજસિંહ વાઘેલા, નીકુલસિંહ, મોજરું ગામના જગતસિંહ, ચીભડા ગામના પ્રવિણસિંહ સહિત દિયોદરના હમીર ઠાકોરે ધારિયા અને લોખંડની પાઇપ વડે મિસરીખાન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મિસરીખાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજયું હતું.. અને આ પાંચેય શખ્સો ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો તેમાં મોબ લિંચિંગ થઈ હોવાનું દાવો કરાયો હતો. ઘટનાને પગલે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી ગયા હતા અને આ ઘટનાની તપાસની તજવીજ હાથ ધરી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા જિલ્લા પોલીસ વડા, બનાસકાંઠાએ જણાવ્યું હતું કે જે મોબ લિંચિંગ નો દાવો સોશ્યલ મીડિયામાં કરાઈ રહ્યા છે તે ખોટો છે અદાવતમાં હત્યા થઈ છે. લાખણી તાલુકામાં થયેલી ઘાતકી હત્યાને લઈ સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ચકચાર મચી ગઈ છે.. ત્યારે જિલ્લા પોલીસ વડા આ ઘટનાને લઈ પોતે જ તપાસ સ્થળ પર પહોંચ્યા હતા અને ફરાર આરોપીઓને તાત્કાલિક અસરથી ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution