ચેકડેમમાં નહાવા પડેલા ભાઈ-બહેન ડૂબી ગયા

મોડાસા,  અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ માં દરવર્ષે નોંધપાત્ર વધારો થતો હોય છે ભિલોડા તાલુકાના ઓડ ગામ માં શાળા છૂટીને ઘરે આવ્યા બાદ ભાઇ-બહેન બકરા ચરાવવા જતા ખેતરમાં રહેલા ચેકડેમમાં નાહવા પડતાં ૫ વર્ષીય ભાઈ અને ૯ વર્ષીય બહેન પાણીમાં ડૂબી જતા મોત નિપજતા પરિવારજનોમાં માતમ છવાયો હતો શામળાજી પોલીસ સ્થળ પર પહોંચી બંને મૃતક બાળકોના મૃતદેહને શામળાજી રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ભિલોડા તાલુકાના ઓડ ગામમાં રહેતા બાબુભાઈ પોચાજી કનાત નામના ખેડૂતનો ૫ વર્ષીય પુત્ર પ્રિન્સ અને ૯ વર્ષીય પુત્રી પ્રિયાંશી શુક્રવારે શાળામાંથી છૂટીને ઘરે પરત ફર્યા બાદ સાંજના પાંચ વાગ્યા બાદ બકરા ચરાવવા નજીકના વિસ્તારમાં ગયા હતા બકરા ચરાવતાં ચરાવતા મનુભાઈ કોદરાભાઈ કટારાના ખેતરમાં આવેલ ચેકડેમમાં પાણી ભરેલ જાેઈ નાહવા પડતાં બંને ભાઈ-બહેન પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા બંને બાળકો ચેકડેમમાં ડૂબી જતા અંધારા જેવો માહોલ થતાં બકરા ઘરે પરત આવી ગયા હતા પરંતુ બંને બાળકો ઘરે પરત ન ફરતા પરિવારે બંનેની શોધખોળ હાથધરતા નજીકમાં આવેલ ચેકડેમમાં બંને બાળકો પાણીમાં ડૂબી ગયેલા મળી આવતા પરિવારજનો પર આભ તૂટી પડયું હતું ભાઈ-બહેનનું પાણીમાં ડૂબી જવાથી મોતના પગલે દંપતિએ ભારે આક્રંદ કરી મૂકતાં આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા બાળકો પાણીમાં ડૂબી મોત નીપજતા શામળાજી પોલીસને જાણ કરતા તાબડતોડ સ્થળ પર દોડી આવી બંને મૃતક બાળકોની લાશને પીએમ માટે ખસેડી દીધી હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution