મેહુલ ચોક્સીની સુરક્ષા માટે ભાઈએ આપ્યા હતા 2 લાખ અમેરિકન ડોલર, જાણો કોણે લગાવ્યો આરોપ

દિલ્હી-

૧૩ હજાર કરોડ રૂપિયાનું પીએનબી કૌભાંડ કરીને ફરાર થયેલો ભાગેડું બિઝનેસમેન મેહુલ ચોક્સી અત્યારે ડોમિનિકાની જેલમાં બંધ છે. ભારતીય એજન્સીઓ તેને પાછો લાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ દરમિયાન અન્ટિગુઆ અને બર્મુડાના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને એકવાર ફરી મેહુલ ચોક્સીને ભારતીય નાગરિક ગણાવતા તેને સીધો ભારત મોકલવા પર ભાર આપ્યો છે. બ્રાઉને વિરોધ પક્ષ યુપીપી પર ચોક્સીને લઇને ગંભીર આરોપ લગાવ્યા છે. બ્રાઉનના જણાવ્યા પ્રમાણે, યૂપીપીએ ચોક્સીની સુરક્ષાના બદલે તેની સાથે ચૂંટણીમાં રાજકીય અભિયાનના ફંડિંગનો સોદો કર્યો હતો.

તો એવા પર સમાચાર છે કે મેહુલ ચોક્સીનો ભાઈ ચેતન ચીનૂ ચોક્સી પણ ૨૯ મેના પ્રાઇવેટ જેટથી ડોમિનિકા પહોંચી ગયો હતો. તેણે ત્યાંના વિરોધ પક્ષના નેતા લેનોક્સ લિન્ટન સાથે મુલાકાત કરી હતી. એસોસિએટ્‌સ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ચેતન ચોક્સીએ ડોમિનિકાના વિરોધ પક્ષના નેતા લેનોક્સ લિન્ટનને લાંચ તરીકે ૨ લાખ અમેરિકન ડોલર આપ્યા છે. એન્ટિગુઆ અને બર્મુડાના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉનના જણાવ્યા પ્રમાણે મેહુલ ચોક્સીએ પોતાનો વકીલ બદલી દીધો છે. તેણે યૂપીપીના એક જાણીતા સભ્ય જસ્ટિન સાઇમનને પોતાનો વકીલ હાયર કર્યો છે.

એન્ટિગુઆના ઑનલાઇન પોર્ટલ એસોસિએટ્‌સ ટાઇમ્સના સમાચાર પ્રમાણે, મેહુલ ચોક્સીનો ભાઈ ચેતન ચીનૂ ચોક્સી પણ ૨૯ મેના પ્રાઇવેટ જેટથી ડોમિનિકા પહોંચ્યો હતો. તેણે ત્યાંના વિપક્ષ નેતા લેનોક્સ લિન્ટન સાથે મુલાકાત કરી હતી. એસોસિએટ્‌સ ટાઇમ્સનો દાવો છે કે ચેતન ચોક્સીએ ડોમિનિકાના વિપક્ષી નેતા લેનોક્સ લિન્ટનને લાંચ તરીકે ૨ લાખ અમેરિકન ડૉલર આપ્યા છે. એટલું જ નહીં ચેતને લેનોક્સને આગામી ચૂંટણીમાં મદદ કરવાનો ભરોસો આપ્યો છે. રિપોર્ટ પ્રમાણે ચેતને લિન્ટનને મેહુલ ચોક્સીનો મુદ્દો ત્યાંની પાર્લામેન્ટમાં ઉઠાવવા કહ્યું અને સાથે જ મેહુલ ચોક્સીના હકમાં નિવેદન આપવા કહ્યું છે. આ મામલે જાણકારોનું કહેવું છે કે ચેતન ચોક્સી ડિમિનકો એનવી નામની કંપની ચલાવે છે. આ કંપની હોંગકોંગની ડિજિક હોલ્ડિંગ્સ લિ.ની સહયોગી કંપની છે. આ કંપનીને હીરા અને ઘરેણાંના વેપારમાં સૌથી મોટા રિટેલર્સમાં સામેલ કરવામાં આવે છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ચેતન ૨૦૧૯માં લંડનમાં નીરવ મોદીથી જાેડાયલી સુનાવણી દરમિયાન પણ કોર્ટની બહાર જાેવા મળ્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution