બ્રોન્ઝ મેડલિસ્ટ સ્વપ્નિલ કુસાલેનું પુણેમાં ભવ્ય સ્વાગત  : ગણેશ મંદિરમાં પ્રાર્થના કરી


પેરિસ:પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર સ્વપ્નિલ કુસલે ગુરુવારે મહારાષ્ટ્રના પુણે શહેરમાં પહોંચ્યો હતો. જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કુસલેએ ગયા અઠવાડિયે ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટમાં તેનો પહેલો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. લોકોએ સવારે પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પરંપરાગત ઢોલ-તાશાના નાદ વચ્ચે સ્વાગત કર્યું હતું. પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુરના કુસલે પછી શહેરના મધ્યમાં સ્થિત પ્રસિદ્ધ શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં પ્રાર્થના કરી. શહેરના બાલેવાડી સ્થિત શિવ છત્રપતિ સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ ખાતે શૂટિંગ રેન્જમાં તેમનું સન્માન કરવામાં આવશે. કુસલેએ બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ મહારાષ્ટ્ર સરકારે તેના માટે ૧ કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. સેન્ટ્રલ રેલ્વેએ પણ કુસલેને બઢતી આપી હતી.તેમને સ્પેશિયલ ડ્યુટી ઓફિસર તરીકે નિયુક્ત કર્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution