દિલ્હી-
આ માસના અંતે ભારતની મુલાકાતે આવી રહેલા બ્રિયનના વડાપ્રધાન બોરીસ જોન્સનની મુલાકાત રદ થાય તેવી શકયતા છે. શ્રી જોન્સન તા.25ના રોજ એક દિવસની ભારત મુલાકાતે આવનાર છે પણ જે રીતે કોરોના કેસ ભારતમાં વધતા જાય છે. તેથી બ્રિટનની લેબર પાર્ટીએ જોન્સનને તેની મુલાકાત રદ કરવા વિનંતી કરી છે. શ્રી જોન્સન અગાઉ ભારતની ચાર દિવસની મુલાકાતે આવનાર હતા પણ કોરોના કેસ વધતા તે ટુંકાવીને 1 દિવસની કરવામાં આવી હતી. હાલ તે પણ રદ થાય તેવી ધારણા છે.