બ્રિજ ભૂષણ સિંહની એફ આઈ આર, ચાર્જશીટ અને આરોપો ઘડવા સામેની અરજી રદ

નવીદિલ્હી: મહિલા રેસલર્સના કથિત યૌન ઉત્પીડનના કેસમાં આરોપી બ્રિજ ભૂષણ સિંહને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. બ્રિજ ભૂષણે તેમની સામે નોંધાયેલી એફઆઈઆર, ચાર્જશીટ અને નીચલી અદાલત દ્વારા આરોપો ઘડવાના આદેશને રદ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. જાેકે, હાલમાં તેમને દિલ્હી હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટે બ્રિજ ભૂષણના વકીલને આ કેસમાં કોર્ટમાં ટૂંકી નોંધ રજૂ કરવા કહ્યું છે.. આ કેસની આગામી સુનાવણી ૨૬ સપ્ટેમ્બરે દિલ્હી હાઈકોર્ટમાં થશે. દિલ્હી હાઈકોર્ટે બ્રિજ ભૂષણને પૂછ્યું કે આ કેસમાં આરોપ ઘડ્યા બાદ તેઓ કોર્ટમાં કેમ આવ્યા? એમ કહીને તેની અરજી ફગાવી દેવામાં આવી હતી.બ્રિજ ભૂષણના વકીલે કહ્યું કે આ કેસમાં છ ફરિયાદી છે, એફઆઇઆર દાખલ કરવા પાછળ છુપાયેલ એજન્ડા છે. વકીલે કહ્યું કે તમામ ઘટનાઓ અલગ-અલગ સમયે અલગ-અલગ જગ્યાએ બની છે. આ માત્ર એક ષડયંત્ર છે. જાેકે, વકીલની દલીલો કોર્ટમાં કામ લાગી ન હતી અને તેમની સામેની સુનાવણી ચાલુ રહેશે.

ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ જેવા ટોચના કુસ્તીબાજાેની આગેવાનીમાં દેશના ૩૦ કુસ્તીબાજાે ભારતીય કુસ્તી સંઘના તત્કાલિન પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે હડતાળ પર બેઠા હતા. કુસ્તીબાજાેએ બ્રિજ ભૂષણ પર કુસ્તી સંઘને મનસ્વી રીતે ચલાવવા અને મહિલા કુસ્તીબાજાે અને મહિલા કોચનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. જાે કે, કુસ્તીબાજાે પૂછપરછ માટે સંમત થયા અને બ્રિજભૂષણને સાંકાના કામથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું. ઓલિમ્પિક એસોસિએશનની સમિતિએ તપાસ હાથ ધરી હતી, પરંતુ તેનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો ન હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution