પેરિસ:પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ની રેસમાં પણ ભારતને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. ૨૦ કિમીની રેસ ઈવેન્ટમાં પુરૂષ અને મહિલા બંને બહાર થઇ ગયા છે. ગુરુવારે પેરિસ ઓલિમ્પિકમાં પુરૂષોની ૨૦ કિમી વોક ઈવેન્ટમાં ભારતીય દોડવીર વિકાસ સિંહ ૩૦માં અને પરમજીત સિંહ બિષ્ટ ૩૭માં સ્થાને રહ્યા હતા ભારતને ખાલી હાથે રહેવું પડ્યું હતું. આ ઈવેન્ટમાં ભાગ લેનાર ત્રણ ભારતીય એથ્લેટ્સમાં વિકાસ સૌથી ઝડપી હતો, તેણે ૧ઃ૨૨ઃ૩૬ના સમય સાથે રેસ પૂરી કરી. વિકાસ ગયા વર્ષે એશિયન ગેમ્સમાં ૨૦ કિમી વોક ઈવેન્ટમાં પાંચમા ક્રમે રહ્યો હતો. પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા પરમજીતે ૧ઃ૨૩ઃ૪૮નો સમય હાંસલ કર્યો હતો. જાેકે, રાષ્ટ્રીય રેકોર્ડધારક અક્ષદીપ સિંહ માત્ર ૬ કિ.મી. બાદ રેસમાંથી બહાર થઈ ગયો હતો. ઇક્વાડોરના બ્રાયન ડેનિયલ પિન્ટાડોએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બ્રાઝિલના કેયો બોનફિમ અને સ્પેનના અલ્વારો માર્ટિને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.