બ્રાયન લારાએ કાર્લ હુપરને સચિન કરતા બીજાે સારો બેટસમેન ગણાવ્યો


નવી દિલ્હી:ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર જેવા ખેલાડીઓ લાખોમાં એક છે. તેની સાથે મેળ ખાવો માત્ર મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય પણ છે. જે રીતે તેણે પોતાના બેટથી નામ કમાવ્યું. એ સહેલી વાત નહોતી. પોતાના સમયમાં સચિને શોએબ અખ્તર, વકાર યુનિસ, બ્રેટ લી, ગ્લેન મેકગ્રા, શેન વોર્ન જેવા મોટા બોલરોને નિશાન બનાવ્યા અને તેમની સામે ઘણા રન બનાવ્યા. ૧૦૦ સદીનો રેકોર્ડ પણ માસ્ટર બ્લાસ્ટરના નામે છે. તેણે પોતાની કારકિર્દીમાં અપાર સફળતા હાંસલ કરી છે. પરંતુ વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ બેટ્‌સમેન બ્રાયન લારાનું માનવું છે કે તેના અને સચિન કરતા સારો બીજાે બેટ્‌સમેન હતો. લારાએ પોતાના પુસ્તક ‘ધ ઈંગ્લેન્ડ ક્રોનિકલ્સ‘માં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેણે હુપરની ખૂબ પ્રશંસા કરી. બ્રાયન લારાએ કહ્યું, ‘કાર્લ સરળતાથી મેં જાેયેલા શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક હતો. હું કહીશ કે હું અને સચિન તેંડુલકર પણ તે પ્રતિભાની નજીક નહોતા. બ્રાયન લારાએ પોતાની કારકિર્દીમાં કુલ ૧૩૧ ટેસ્ટ અને ૨૯૯ વનડે મેચ રમી છે. ટેસ્ટમાં લારાએ ૫૨ની એવરેજથી ૧૧૯૫૩ રન બનાવ્યા છે. જ્યારે ર્ંડ્ઢૈંમાં લારાના નામે ૧૦૪૦૫ રન છે. વનડેમાં તેની એવરેજ ૪૦.૫ રહી છે.૫૭ વર્ષીય કાર્લ હૂપરે ટેસ્ટ અને વનડેમાં વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટનશિપ પણ કરી છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે તેની કારકિર્દીમાં કુલ ૧૦૨ ટેસ્ટ અને ૨૨૭ વનડે મેચ રમી છે. હૂપરે ટેસ્ટમાં ૫૭૬૨ રન અને વનડેમાં ૫૭૬૧ રન બનાવ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution