સ્તનપાન એટલે માતૃત્વનો પૂર્ણ અહેસાસ

ઓગસ્ટ મહિનાનું પહેલું અઠવાડિયું(૧થી ૭ ઓગસ્ટ) વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે સમગ્ર વિશ્વ સ્તનપાન અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે ઉજવાય છે. આ વર્ષ ૨૦૨૪ની મુખ્ય થીમ “ઝ્રર્ઙ્મજૈહખ્ત ંરી ખ્તટ્ઠॅ- હ્વિીટ્ઠજં કીીઙ્ઘૈહખ્ત જેॅॅર્િં ર્કિ ટ્ઠઙ્મઙ્મ” છે.

સ્તનપાન એ દરેક સ્ત્રી માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. માતૃત્વનો અહેસાસ પરિપૂર્ણ કરવામાં સ્તનપાન મુખ્ય ભાગ ભજવે છે. સ્તનપાન માટે સમાજના દરેક વ્યક્તિએ પોતાની નૈતિક ફરજ સમજી તેના માટે સુયોગ્ય વાતાવરણ પૂરું પાડવું જાેઈએ . દરેક કામકાજના સ્થળોએ પણ તેનું મહત્વ જળવાય તે જરૂરી છે જેથી કામ કરતી મહિલાઓને તેનાથી પોતાના કાર્ય કરવામાં મન લાગે.

સ્તનપાન કેમ કરાવવું જાેઈએ ?

માતાના દૂધને તો સૌથી શ્રેષ્ઠ કહેવામાં આવ્યુ છે. માતાનું દૂધ પચવામાં હલકું અને ઉતમ પોષક તત્વોથી ભરપૂર હોય છે. સ્તનપાન કરનાર બાળક અને ઉપરનું દૂધ લેનાર બંનેમાં ખૂબ અંતર જાેવા મળે છે. સ્તનપાન કરનાર બાળકનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ હોય છે. જાેકે આજકાલ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ કરતાં કરતાં આપણે ત્યાં પણ પાવડર કે ડબ્બાના દૂધનો ઉપયોગ થાય છે, પણ પોષણ માં તે ધાવણ કરતાં હમેશા ઉતરતા રહેશે.

માતાના દૂધમાં ક્યા ક્યા પોષક તત્વો હોય છે?

માતાના દૂધમાં જીવનજરૂરી તેમજ સર્વાંગી વિકાસમાં મદદરૂપ એવા પ્રોટીન, કેલ્શિયમ, ફેટ(ચરબી), સુગર(લેક્ટોજ ) હોય છે જે બાળકને સરળતાથી પચી જાય છે અને બાળકને શક્તિ આપે છે. જાે માતા સંપૂર્ણ યોગ્ય આહાર લેતી હોય તો માતાના દૂધમાંથી બધા જ વિટામિન જેવા કે એ, સી , થેલામાઈન વગેરે પણ મળી રહે છે. સંપૂર્ણ સ્તનપાન પર આધારિત બાળક બિમાર ઓછું પડે છે.કેમ કે માતાના દૂધમાં રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે તેવા તત્વો પણ હોય છે, જે બીજા ગમે તેટલા મોંઘા દૂધમાં પણ હોતા નથી.

સ્તનપાનના કરાવવાના કારણો

માતાના મનમાં એવો સંકોચ હોય છે કે પૂરતું દૂધ આવતું નથી અથવા બાળક ધાવતું નથી . કામમાં વ્યસ્ત રહેતી માતાઓ સ્તનપાનના મહત્વને સમજી શકતી નથી અને તેને ગૌણ સમજે છે. પણ પ્રકૃતિએ કરેલી રચનાનું મહત્વ સમજીને માતાએ બાળકની સાથે તન્મય થઈને સ્તનપાન કરાવવાથી અચૂક સારા પરિણામ મેળવી શકાય છે.

સ્તનપાનની શરૂઆત

 કહેવાય છે કે પહેલું માતાનું દૂધ જેને કોલાસ્ટૃમ પણ કહે છે તે અમૃત સમાન છે. તે થોડી માત્રામાં અને જાડું અને પીળાશપડતું આવે છે જે બાળક માટે ખોરાક સમાન છે. આના સિવાય બાળકને પાણી કે ઉપરના દૂધની જરૂર હોતી નથી. તે માતા દ્વારા બાળકને મળતું પ્રથમ રસીકરણ છે. ડિલિવરી પછી તરત માતા જેટલી જલ્દી સ્વસ્થ થાય એટલી જલ્દી સ્તનપાન કરાવવું જાેઈએ. નોર્મલ ડિલિવરીમાં તો તરત જ શકય છે પણ સીજેરિયન ડિલિવરીમાં એનેસ્થેસિયાની અસર ઉતરે એટલે તરત અથવા ૬થી ૮ કલાકમાં સ્તનપાન શરૂ કરી દેવું જાેઈએ. નવજાત બાળકને માતાના સ્તન પાસે રાખીએ તો તે જાતે જ ચૂસવાનું શરૂ કરી દે છે એ વાત અજુગતી છે અને સત્ય પણ છે. જેટલું બાળક ચૂસવાની ક્રિયા કરે છે તેટલું જલ્દી ધાવણ બનવાની અને બહાર નીકળવાની પ્રક્રિયા જલ્દી શરૂ થાય છે. ધાવણ બનવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા જાેઈએ તો તેમાં ઓક્સિટોસીન અને પ્રોલેક્ટિન એ બે અંતઃસ્ત્રાવો મુખ્ય ભાગ ભજવે છે . જેમાં પ્રોલેક્ટિનનું કામ દૂધ ઉત્પન્ન કરવાનું છે અને ઓક્સિટોસીનનું કામ આ દૂધને બહાર લાવવાનું, પણ આ પ્રક્રિયામાં સૌથી અગત્યનો ભાગ બાળકના હોઠ અને પેઢા ભજવે છે. જાે બાળક ચૂસવાની ક્રિયા સતત કરતું રહે તો દૂધનો પ્રવાહ અટકે નહીં. એટ્‌લે કે સ્તનમાં દૂધ ઉત્પન્ન કરવાની પ્રક્રિયાની ચાવી બાળકના હોઠમાં હોય છે.

 સ્તનપાન કઈ રીતે કરાવવું ?

એકાંત, શાંત જગ્યાએ એકાગ્ર થઈને બાળકમાં તન્મય થઈને સ્તનપાન કરવવાથી ધાવણને લગતી કોઈ સમસ્યાઓ સર્જાતી નથી. બાળક ચૂસવાનું ચાલુ રાખે ત્યાં સુધી ડાબા અને જમણા બંને સ્તનથી વારાફરતી સ્તનપાન કરાવવું. સ્તનને વારંવાર હૂંફાળા ગરમ પાણીથી સાફ કરવા અને નિપલને પણ સ્વચ્છ કરવી. બેઠા બેઠા સ્તનપાન કરાવવુ સૌથી ઉત્તમ છે પણ સીજીરિયન ડિલિવરીના કારણે બેસી શકાય એમ ના હોય તો શરૂઆતના થોડા દિવસ સૂતા સૂતા કરવી શકાય. પણ બાળકનું નાક દબાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. પલંગ કે આરામદાયક સ્થિતિમાં બેસીને સ્તનપાન કરાવવું.

ક્યાં સુધી સ્તનપાન કરાવવું ?

શરૂઆતના છ મહિના બાળક માટે સ્તનપાન જ યોગ્ય છે. તેને પાણી કે બીજા કશાની જરૂર હોતી નથી . સ્તનપાનમાંથી જ તેને બધા પોષક તત્વો મળી રહે છે. આયુર્વેદ પણ તેનું સમર્થન કરે છે. છ મહીના પછી બાળકને અન્ન પ્રાશન સંસ્કાર કર્યા બાદ ધીમે ધીમે પૂરક આહાર આપવો જાેઈએ . ઉૐર્ં મુજબ બે વર્ષ સુધી સ્તનપાન કરવી શકાય, પણ દરેક માતા અને બાળક માટે તે સમયગાળો અલગ અલગ હોય શકે. કેમકે માતાનું દૂધ એ બાળક અને માતા બંનેને એક લાગણીથી જાેડી રાખે છે. તેમાંથી ધીમે ધીમે બહાર નીકળીને ખૂબ જ કાળજી પૂર્વક સ્તનપાન છોડવવું જાેઈએ, નહીં કે જબરદસ્તીથી. ધીમે ધીમે દિવસનું અને ત્યાર બાદ રાતનું સ્તનપાન બંધ કરવું. આયુર્વેદ મુજબ એક વર્ષ અથવા દાંત આવ્યા બાદ સ્તનપાન બંધ કરવું જાેઈએ. બાળકને માતાનું દૂધ યાદ ઓછું આવે તેવા ગુણવત્તાસભર પોષક તત્વોથી યુક્ત આહાર બાળકને આપવા.

 સ્તનપાનના લાભ

માતાનું દૂધ ગુણવત્તાથી સભર અને તાજું મળે છે. આમ તો દરેક ઋતુ અનુસાર અને બાળકની જરૂરિયાત અનુસાર માતાના દૂધમાં ફેરફાર કુદરતી રીતે જ આવે છે. સ્તનપાન કરાવવાથી બ્રેસ્ટ કેન્સરના જાેખમને ઘટાડી શકાય છે. અને માતાના સગર્ભાવસ્થામાં વધેલા વજનને ઉતારવામાં પણ ફાયદો કરે છે.

સ્તનપાન વધારવા માટે આયુર્વેદ શું કહે છે ?

દૂધમાંથી દૂધ બને, જેટલું દૂધ પીવો તેટલું દૂધ આવે એ સામાન્ય નિયમ છે. દેશી ગાયનું દૂધ, ડોડી, સુવા દાણાનો મુખવાસ, સુવા દાણા ઉકાળેલું પાણી , શતાવરી ચૂર્ણ, દશમૂલ ક્વાથ, કાટલું, ગુંદની રાબ , સૌભાગ્ય સૂંઠ પાક, વાવડિંગનું પાણી, ટોપરું વગેરે ઘરગથ્થુ ઉપચારથી દૂધ સારું આવે છે. મુખ્ય વસ્તુ માતાનો બાળક માટે અપાર સ્નેહ અને સારી માનસિક સ્થિતિ ધાવણ માટે ખૂબ જરૂરી છે. આ સિવાય આયુર્વેદમાં અઢળક દવાઓ છે જેનથી ઉત્તમ ધાવણ આવે પણ તેના માટે નજીકના વૈદ્યનો સંપર્ક કરવો જરૂરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution