બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન ઓનલાઇન વર્કશોપ યોજાયો

આણંદ : આણંદ જિલ્લાના ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન મણિકાકા ટોપાવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા તાજેતરમાં આણંદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો માટે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન ઓનલાઇન વર્કશોપ યોજાયો હતો. આ ઓનલાઇન વર્કશોપમાં ૩૦થી ૫૯ વર્ષની વયજૂથના કુલ ૩૦ ડેલિગેટ્‌સે સક્રિયપણે ભાગ લીધો હતો.   

ઓક્ટોબર માસ સમગ્ર દુનિયામાં બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે ઉજવવામાં આવે છે. આથી ૨૭મી ઓક્ટોબરે યોજાયેલાં આ ઓનલાઇન વર્કશોપ બ્રેસ્ટ કેન્સર વિશે મહિલાઓમાં જાગૃતતા ફેલાવવા માટે પ્લેટફોર્મ બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતમાં મહિલાઓમાં તમામ કેન્સરોમાં ૨૭ ટકા બ્રેસ્ટ કેન્સર થવાનું જાેેખમ રહે છે, જેની શરૂઆત ૩૦ વર્ષની વયથી થાય છે અને ૫૦થી ૬૪ વર્ષ સુધીમાં તો તેનું પ્રમાણ વધી જાય છે. એક અંદાજ મુજબ ભારતમાં દર ૨૮ મહિલામાંથી એક મહિલાને તેનાં જીવન દરમિયાન બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા છે.

બ્રેસ્ટ કેન્સર વિશે વિગતવાર ચર્ચા અને સેશન ઉપરાંત સેશન દરમિયાન બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશનની વિવિધ પદ્ધતિઓ ભાગ લેનારાં ૩૦ ડેલિગેટ્‌સને દર્શાવવામાં આવી હતી. બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશનનો ઉપયોગ મહિલાઓને જાગૃત કરવા અને વેળાસર નિદાન કરવા ઉપરાંત સારવાર કરવાના સાધન તરીકે કરવામાં આવે છે. ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટના વડા ડો.અંજલી તિવારી અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.રામેશ્વરી ઝાલા દ્વારા દ્વારા આ ઓનલાઇન વર્કશોપનું આયોજન મણિકાકા ટોપાવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ ડો.અનિલ શર્માના નેતૃત્વ હેઠળ થયું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution