તરસાલી શાકમાર્કેટ પાસે પાણીની લાઈનમાં ભંગાણ ઃ પાણીનો વેડફાટ

વડોદરા

વડોદરા શહેરમાં એક તરફ પાણીનો કકળાટ છે અને બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. આજે તરસાલી શાક માર્કેટ નજીક કોર્પોરેશનની પાણીની લાણીમાં ભંગાણ સર્જાયું હતું. જેના પગલે હજારો ગેલ પાણીનો વેડફાટ થયો હતો.

વડોદરા શહેરમાં ઉનાળો શરૂ થયો તે પહેલાથી જ પીવાના પાણીનો કકળાટ શરૂ થઇ ગયો હતો. જાેકે, અડધો ઉનાળો પૂરો થઇ ગયો હોવા છતાં કોર્પોરેશનનું તંત્ર તેનું નિરાકરણ આવી શક્યું નથી. આજે પણ અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો કકળાટ થઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ શહેરમાં અનેક સ્થળે કોર્પોરેશનની લાપરવાહીના કારણે હજારો ગેલન પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.

આજરોજ પણ તરસાલી શાક માર્કેટ નજીક પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે હજારો ગેલન પાણીનો વેડફાટ થયો હતો. જે અંગે રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી તેમ છતાં કામગીરી શરૂ કરવા માટે કોર્પોરેશન તંત્ર દ્વારા મુહૂર્તની રાહ જાેવામાં આવી રહી છે.

કોર્પોરેશનની એજન્સીઓ વચ્ચે સંકલન ન હોવાના કારણે જ પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતું હોવાનું પાલિકાના જ એક ઉચ્ચ અધીકારીએ જણાવ્યું હતું. આ અંગેની જાણ કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા બપોર પૂર્વે લીકેજ પાણી લાઈન દુરસ્તીની કામગીરી શરૂ કરવામાં આવી નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution