લોકસત્તા વિશેષ : રાજકારણમાં પક્ષાપક્ષીની વાત માત્ર ચૂંટણી પુરતી સિમિત રહેતી હોય છે. પરંતુ ત્યાર બાદ શહેરના વિકાસ માટે સાથે મળીને કામ કરવાની પરંપરા વર્ષોથી વડોદરામાં જાેવા મળી છે. આવી સ્થિતિને બદલી શહેર ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવેલા વધુ એક વિવાદ ર્નિણયના કારણે કોર્પોરેશનના વહીવટમાં વેરઝેરનું વાતાવરણ વધે તેવી સ્થિતિ ઉભી થઈ છે. શહેર ભાજપ સંગઠનના ઈશારે કોર્પોરેશનમાં કામ કરતા કોન્ટ્રાકટરો પૈકી ભાજપના જ સંનિષ્ઠ કાર્યકરોના ટેન્ડર કોંગ્રેસના નેતાઓ સાથે સંબંધ રાખવાના આરોપસર સાઈડમાં મુકી દેવામાં આવ્યા છે. ભાજપ માટે જીવ દાવ પર મુકી કામ કર્યા બાદ ભાજપના જ નેતાઓની મદદથી કોર્પોરેશનમાં કોન્ટ્રાકટર બનેલા કાર્યકરોને આજે પોતાના પક્ષની સરકાર હોવા છતાં તેનો કડવો અનુભવ થયો છે. આ કાર્યકરોના ટેન્ડરો સ્થાયી સમિતિના એજન્ડા પરથી ગાયબ કરાવી કોઈ પણ ર્નિણય કર્યા વગર બાજુએ મુકી દેવામાં આવ્યા છે. ત્યારે ભાજપમાં જ પક્ષની આવી રણનીતિની આકરી ટીકા થઈ રહી છે અને આગામી દિવસોમાં જાે ભાજપના કોઈ નેતા કોંગ્રેસના નેતા સાથે સંબંધ રાખશે તો તેઓ હોદ્દા પરથી રાજીનામું આપશે તેવી ચર્ચાએ પણ જાેર પકડ્યું છે. શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ અને મહામંત્રી સુનિલ સોલંકીની જુગલજાેડી દ્વારા કરવામાં આવી રહેલા વિવાદાસ્પદ ર્નિણયોના કારણે શહેર ભાજપની નેતાગીરી અનેક ટુકડાઓમાં વિભાજીત થઈ ગઈ છે. આવા જ એક ર્નિણયના કારણે ખુદ ભાજપના જ સંનિષ્ઠ કાર્યકરો માટે મુશ્કેલી ઉભી થતાં ટીકાપાત્ર બની રહ્યા છે. લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર વર્ષોથી ભાજપ માટે મજુરી કરનાર કાર્યકરોને કામધંધે લગાડવાના ઈરાદે કેટલાક કાર્યકરોને કોર્પોરેશનમા કોન્ટ્રાકટર બનાવવામાં આવ્યા હતા. શહેર ભાજપની જુની નેતાગીરીની મદદથી રોજીરોટી કમાવવાનું શરૃ કરનાર આ કાર્યકરોના કામ કોંગ્રેસના કોર્પોરેટરના વિસ્તારમાં આવતા હોય તેઓ સાથે પણ સંબંધ થયા હતા. જેનાથી આ નેતાઓ સાથે જાહેરમાં દેખાતા આવા સંનિષ્ઠ કાર્યકરોનો ભૂતકાળ જાેવા વગર તેઓના કામો એજન્ડા પરથી ગાયબ કરી દેવામાં આવતા ભાજપમાં જ વિવાદ શરૃ થયો છે.
સૌથી ઓછા ભાવ ભરનારનું ટેન્ડર મુલતવી અને બાકીના મંજૂર?
વડોદરા, તા.૨૨
શહેરના જુદા જુદા વિસ્તારમાં પથ્થર પેવીંગ કરવાના તથા રોડ કર્બીંગ બેસાડવા માટેના ૪ ઝોનના ટેન્ડરમાં શુક્રવારે સ્થાયી સમિતિની બેઠકમાં નિયમોના ધજાગરા ઉડાડી ર્નિણય કરવામાં આવ્યો હતો. જેમાં સૌથી ઓછા ભાવ ભરનાર કોન્ટ્રાકટરના ટેન્ડરને મુલત્વી કરી બાકીના કોન્ટ્રાકટરોના ટેન્ડરને મંજુર કરવામાં આવતા અનેક અટકળો વહેતી થઈ છે. આ અંગે સંકલન સમિતિની બેઠકમાં મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિતના લોકોના વિરોધ વચ્ચે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જીદ પકડતા આખરે આ કામ મુલત્વી રાખવામાં આવ્યું હતું. કોર્પોરેશનમાં ઝોનલ કક્ષાએ બહાર પાડવામાં આવતા વાર્ષિક ઈજારાના ટેન્ડરમાં સૌથી ઓછા ભાવને યુનિટ રેટ બનાવી તમામ ઝોનમાં કામગીરી આપવામાં આવતી હોય છે. આવી જ રીતે પથ્થર પેવીંગ અને કર્બિંગ પથ્થર બેસાડવાની કામગીરીના ૪ ઝોનના ટેન્ડરમાં સૌથી ઓછા ૪૩ ટકા ડાઉનમાં દક્ષિણ ઝોનનું ટેન્ડર આવ્યું હતું. જ્યારે ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં ૨૫ ટકાથી ૩૦ ટકા ઓછાના ભાવે ટેન્ડર આવ્યું હતું. ત્યારે આ કામગીરી માટે ટેન્ડર દક્ષિણ ઝોનના સૌથી ઓછા ભાવે એટલેકે ૪૩ ટકા ડાઉનની કિંમતે ટેન્ડર ભરનાર કોન્ટ્રાકટરની કિંમતે કામ કરવા માટે અન્ય તમામ ઝોનના કોન્ટ્રાકટરોને તૈયાર કરવામાં આવ્યા હતા. એટલેકે દક્ષિણ ઝોનના ટેન્ડરને કોર્પોરેશનના હિતમાં આધાર બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ કામમાં સૌથી પહેલું ટેન્ડર દક્ષિણ ઝોનનું મંજુર કરવું પડે. પરંતુ શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે દક્ષિણ ઝોનનો કોન્ટ્રાકટર ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને મદદ કરતો હોવાની વાત મુકી તેનું કામ મુલત્વી કરાવી બાકીના ૩ ઝોનના કામ નિયમના ધજાગરા ઉડાડી મંજુર કરાવ્યું હતું.