છોકરામાંથી છોકરી બનેલી એથ્લીટ ઈમાન ખલીફે હેરાનગતિ બદલ ફરિયાદ નોંધાવી


પેરિસ:પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં વિવાદનો ભાગ બનેલી અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિરુદ્ધ કાનૂની ફરિયાદ નોંધાવી છે. તેણીએ ‘ઓનલાઈન હેરેસમેન્ટ’ માટે ઔપચારિક કાનૂની ફરિયાદ દાખલ કરી છે. ખલીફ ઉપરાંત તાઈવાનના લિન યુ-ટિંગ પણ લિંગ વિવાદનો એક ભાગ હતા. આ વિવાદ બાદ આ બંને ખેલાડીઓની સોશિયલ મીડિયા પર ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. ખલીફના વકીલ નબીલ બૌદીએ જણાવ્યું કે શુક્રવારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેણે પોતાના નિવેદનમાં કહ્યું, ‘બોક્સર ઈમાન ખલીફે એક નવી લડાઈ શરૂ કરવાનો ર્નિણય કર્યો છે. આ લડાઈ તેમના ન્યાય, ગૌરવ અને સન્માન માટે હશે. ખલીફે કહ્યું, ‘સોશિયલ મીડિયામાં જે કહેવામાં આવી રહ્યું છે તે અનૈતિક છે. હું દુનિયાભરના લોકોની વિચારસરણી બદલવા માંગુ છું. આ તપાસ બાદ ખબર પડશે કે આ પાછળ કોણ હતું. આ ઉપરાંત, આપણે એવા લોકો વિશે પણ વિચારવું પડશે જેઓ ઑનલાઇન લિંચિંગને પ્રોત્સાહન આપે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution