રાનકુવા,તા,૨૫
ડાંગના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સુબીર તાલુકા રસ્તા અને પેવર બ્લોકના કામોમાં ગુણવત્તાયુક્ત કામ ન કરી સરકારના લાખો રૂપિયા જાણે કે ધૂળમાં પાથરી રાયા હોવાની સ્થાનિક વિસ્તારમાં ફરિયાદો ઉઠવા પામી છે.
તાલુકા પંચાયત મારફતે એક ગ્રામ્ય વિસ્તારોમાં થતા રોડ. રસ્તા.નાળા. પેવર બ્લોકના કામો. તેમજ ડ્રેનેજના કામો ઉપરાંત ટ્રાઈબલ યોજના હેઠળના કરોડોના કામોમાં પ્રધાનમંત્રી આવાસ સહિતની આવાસ યોજનાના કામોમાં ભારે લોલમલોલ ચલાવીને શાસકો તેમના નિયમિત દલાલ કોન્ટ્રાક્ટરો ના બિલો મુકાવી અધિકારીઓની સાંઠગાંઠ માં મોટો ભ્રષ્ટાચાર ચલાવી પોતાનો ખેલ પાર પાડતા હોવાની સુબીર પંથકમાં ચર્ચાઓ ઉઠવા પામી છે. સુધીર તાલુકામાં આવેલ મહાલ પંચાયત ઢોંગી આબા ગામે નીચલા ફળિયા માં એ.ટી.વી.ટી. યોજના ના અનુદાન માંથી વર્ષ ૨૦૧૮/૧૯મા ૩ લાખ ૭૦ હજાર રૂપિયાનું કામની ફાળવણી કરવામાં આવી હતી. ફાળવાયેલા નાણાં મુજબ આ કામ કરવામાં આવ્યું ન હોવાની ફરિયાદ ગ્રામ્ય જનો દ્વારા કરવામાં આવી રહી છે. તાલુકા પંચાયતના ટેકનિકલ એન્જિનિયરે કામની ગુણવત્તાની ચકાસણી કર્યા વિના જ કચેરીએ બેઠા બેઠા કંપલીશન તૈયાર કર્યું હતું.