બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાનને ફરીથી ધમકી આપવામાં આવી હતી

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે જાેડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે.અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી છે.બિશ્નોઈ ગેંગે યુટ્યુબ પર વિડિયો અપલોડ કર્યો છે, સોશિયલ મીડિયા પર વિડિયો અપલોડ કરી ધમકી આપી છે. આ પહેલા ૧૪ એપ્રિલના સવારે ૫ વાગ્યાની આસપાસ બે અજાણ્યા લોકોએ સલમાન ખાનના ઘર એટલે કે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર કર્યો હતો.બોલિવુડ અભિનેતાની ચિંતા ઓછી થવાનું નામ લઈ રહી નથી. બિશ્નોઈ ગેંગે યુટ્યુબ પર વીડિયો અપલોડ કરી ધમકી આપી છે. ધમકી આપનાર આરોપી બનવારીલાલ લટુરલાલ ગુજર છે જેની રાજસ્થાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે.અભિનેતા સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં મુંબઈના સાઉથ સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. બિશ્નોઈ ગેંગ સાથે જાેડાયેલા લોકો દ્વારા થોડા દિવસ પહેલા યુટ્યુબ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેમણે અભિનેતા સલમાન ખાનની હત્યાને લઈ નિવેદન આપ્યું હતુ. મુંબઈની સાયબર પોલિસે આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ ૫૦૬(૨),૫૦૪, ૩૪ સાથે આઈટી એક્ટની કલમ ૬૬(ડી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.આ મામલે ક્રાઈમ બ્રાન્ચ પોલિસે તપાસ માટે એક ટીમ રાજસ્થાન મોકલી હતી. ક્રાઈમ બ્રાન્ચ પોલિસે આ મામલે રાજસ્થાનથી એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. પોલિસે જણાવ્યું કે, પકડાયેલો આરોપી ગુજ્જરને આજે બપોરના મુંબઈ લાવવામાં આવશે. સલમાન ખાનની વાત કરીએ તો હાલમાં તેની ૩ કલાક પુછપરછ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution