કૂલી-કાલિયા જેવા હીરો આપવાનું બોલિવૂડ ભૂલી ગયું છેઃ ડાયરેક્ટર નિખિલ અડવાણી

સાઉથ ઇન્ડ્યિન સિનેમા અને બોલિવૂડ વચ્ચે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે, કારણ કે ૨૦૨૪માં ફરી તેલુગુ સિનેમાએ બોક્સ ઓફિસ પર હિન્દી ફિલ્મો કરતાં સારું પ્રદર્શન કર્યું છે. ૨૦૨૩માં બોલિવૂડને ‘જવાન’, ‘ગદર’ અને ‘એનિમલ’ની રિલીઝ સાથે થોડા સમય માટે જીવતદાન મળી ગયું હતું પરંતુ ૨૦૨૪ આવતા દર્શકોનો પ્રેમ ફરી સાઉથના સિનેમા તરફ વળી ગયો છે. ખાસ કરીને નાગ અશ્વિનની ‘કલ્કિ ૨૮૯૮ એડી’ તેલુગુ અને હિન્દી બંને ભાષામાં વર્ષની સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ છે. બોલિવૂડની ફિલ્મો ઓડિયન્સને ઈમ્પ્રેસ કેમ નથી કરતી? તે અંગે અલ્લુ અર્જુને બોલ્ડ ઓપિનિયન આપ્યો હતો. આ ઓપિનિયને વિગતે સમજાવતાં ડાયરેક્ટર નિખિલ અડવાણીએ કહ્યું હતું કે, કૂલી અને કાલિયા જેવા હીરો આપવાનું બોલિવૂડ ભૂલી ગયું છે. તેલુગુ સુપર સ્ટાર અલ્લુ અર્જુનને યાદ કરીને નિખિલ અડવાણીએ કહ્યું,“અલ્લુ અર્જુને એક વખત બોલિવૂડના એક ગંભીર મુદ્દા વિશે ધ્યાન દોર્યું હતું – તમે બધાં ભૂલી ગયા છો કે હિરો કઈ રીતે બનાય.” આગળ નિખિલે સાઉથ ઇન્ડિયન ફિલ્મોની સફળતા વિશે કહ્યું કે સાઉથની ફિલ્મોને ખરું હિરોઇઝમ શું છે તે ભાવ સમજાય છે, પાણીની સિંચાઈ જેવા એક ગંભીર અને નિરસ વિષય પર પણ તેઓ એક રસપ્રદ ફિલ્મ બનાવી શકે છે. તેઓ આવા વિષયને પણ એટલી જાેરદાર એક્શન અને હિરોઇક મોમેન્ટ્‌સ સાથે પૅકેજ કરે છે કે ઓડિયન્સ તેની સાથે ઊંડાણપૂર્વક જાેડાઈ જાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution