‘બોલિવૂડમાં સાઉથ કરતાં ૧૦ ગણી મોટી ક્રૂ રખાય છે’: રવિના ટંડન

રવિના ટંડને વર્ષાેની કરિયરમાં અનેક ઈન્ડસ્ટ્રી સાથે કામ કરેલું છે અને તેથી સાઉથ તથા હિન્દી સિનેમા વચ્ચેના ફરક સારી રીતે સમજે છે. આ બંને ઈન્ડસ્ટ્રી વચ્ચે મહત્ત્વના ફરક અંગે વાત કરતાં રવિનાએ જણાવ્યું હતું કે, ફિલ્મની ક્રૂ બાબતે બંનેની ગણતરીમાં મોટો ફરક જાેવા મળે છે. સાઉથની ફિલ્મોમાં જે કામ માત્ર ૯ માણસથી થઈ શકે છે, તેના માટે બોલિવૂડમાં ૨૦૦ વ્યક્તિની ટીમ રોકવામાં આવે છે. ઉદાહરણ માટે રવિનાએ ૧૯૯૫માં ‘તકદીરવાલા’ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ જણાવ્યો હતો. સાઉથ સિનેમા પાસે બજેટ ઓછું હોય છે. આ મર્યાદાના કારણે ફિલ્મમાં કોઈ કચાશ રહેતી નથી, પરંતુ તેઓ પોતાના સોર્સીસને વધારે કરકસરથી અને અસરકારક રીતે ઉપયોગમાં લેતા હોય છે. ‘તકદીરવાલા’માં વેંકટેશનો લીડ રોલ હતો અને હૈદરાબાદનું પ્રોડક્શન હાઉસ તેને બનાવતું હતું. અમે પાંચ ગીત મોરેશિયસમાં શૂટ કર્યા હતા અને તેના માટે ક્રૂમાં માત્ર ૯ સભ્ય હતા. લાઈટમેન, જનરેટર કે લાઈટ જેવી કોઈ વસ્તુ ન હતી. માત્ર બે બેબી લાઈટ્‌સ અને રિફ્લેક્ટરથી ગીતો શૂટ થયા હતા. તેલુગુ ફિલ્મ ‘યમલીલા’ની રીમેક ‘તકદીરવાલા’ હતી આ ફિલ્મમાં ખૂબ ઓછા બજેટ સાથે સારું કામ થઈ શક્યુ હતું. આઉટડોર હિન્દી સોન્ગ માટે ક્રૂમાં ૨૦૦ વ્યક્તિ રાખવામાં આવે છે. જે કામ ૧૦ લોકો સાથે પૂરું કરી શકાય તેમ હોય છે, તેના માટે ૨૦૦ વ્યક્તિને સાથે રાખવાની જરૂરિયાત સમજી શકાતી નથી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution