મુંબઈ-
બોલિવૂડ અભિનેતા સંજય દત્તને હાલ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ આવી રહી છે. જે બાદ તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. મળતી માહિતી મુજબ સંજય દત્તનો કોરોના રિપોટ નેગેટિવ આવ્યો છે. હાલમાં સંજય દત્તને નોન-કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જો સંજય દત્તનું સ્વાસ્થ્ય બરાબર થઈ જાય તો તેમને આવતીકાલે તા. 9 ઓગસ્ટ રજા આપવામાં આવશે.
જોકે આ અગાઉ અમિતાભ બચ્ચન અને તેમના પરિવારામાં પણ કોરોના થયો હતો. અમિતાભ બચ્ચન ઉપરાંત અભિષેક, એશ્વર્યા રાય બચ્ચન અને દિકરી આરાધ્યાને પણ કોરોના થયો હતો. જોકે સારી વાત એ છે કે, હવે આ લોકો સાજા થઈ ગયા છે. અભિષેક બચ્ચનનો કોરોના રિર્પોટ નેગેટીવ આવ્યો છે. અભિષેક બચ્ચનને જલ્દીથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે પરંતુ હજી સુધી અભિષેક ક્યારે ઘરે જશે તે અંગે કોઈ માહિતી નથી. પરંતુ મુંબઈમાં હજું પણ કોરોના સંક્રમણનો આંક થંભવાનું નામ નથી લઈ રહ્યો.