મુંબઇ
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની અવાર નવાર તેની તસવીરો અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે. દિશા તેનાં ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે. ગત દિવસોમાં તેણે રેડ બિકિનીમાં તસવીરો શેર કરી હતી અને હાલમાં બ્લૂ કલરનાં સ્વિમસૂટમાં નજર આવે છે. આ ફોટોમાં દિશા બ્લૂ સ્વિમસૂટમાં પોઝ આપતી નજર આવે છે.
દિશા પાટનીએ ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની બોલ્ડ ફોટો શેર કરી છે. આ ફોટોમાં દિશા લાઇટ બ્લૂ રંગની બિકિનીમાં નજર આવે છે. આ ફોટોમાં દિશા સમુંદર કિનારે તેનાં વાળ લહેરાવતી પોઝ આપતી નજર આવે છે. આ ફોટોમાં દિશા તેની ફિટ બોડી ફ્લોન્ટ કરે છે. દિશાની આ ફોટો ઇન્ટરનેટ પર ખુબજ વાયરલ થઇ રહી છે. આજ કારણ છે ફોટો સોશિયલ મીડિયા પર ખુબજ લાઇક કરી રહ્યાં છે.આ પહેલાં દિશા તેની રેડ બિકિની વાળી ફોટોઝમાં પણ ભારે ટ્રેન્ડ થઇ હતી.
દિશા હાલમાં તેનાં રૂમર્ડ બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફની સાથે વેકેશન પર છે. તે માલદીવ્સમાં એન્જોય કરી રહ્યાં છે અને અહીંતી તેમની તસવીરો શેર કરી રહ્યાં છે. દિશાની આ તમામ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.