નાઇજીરિયા-
કેટલાંય વર્ષથી નાઇજીરિયામાં આતંક મચાવનાર ખૂંખાર સંગઠન બોકો હરમના લીડર અબુબકર શેકઉનું મોત થઇ ગયું છે. અધિકારીઓનો દાવો છે કે શેકઉએ આત્મહત્યા કરી લીધી છે. રિપોર્ટમાં કહ્યું છે કે ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સનો સામનો થતાં શેકઉએ વિસ્ફોટકોથી પોતાને ઉડાવી દીધો. આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી પરંતુ વોલ સ્ટ્રીટ જર્નલે જેહાદી લડાકોની વચ્ચે વાતચીતના આધાર પર આ દાવો કર્યો છે.
જર્નલના રિપોર્ટમાં કહ્યું છે કે બોકો બરમ અને આઇએસડબલ્યુએપીની વચ્ચે ઉત્તર નાઇજીરિયાના બોર્નોમાં ઝઘડો થયો, જ્યાં આઇએસડબલ્યુએપી શક્તિશાળી બની ગયું છે. જર્નલે લડાકો અને ઉગ્રવાદી કમાન્ડરોની વચ્ચે થયેલી વાતચીતના આધાર પર દાવો કર્યો છે કે શેકઉએ બોમ્બ ડેટોનેટ કરી પોતાને ઉડાવી દીધો. નાઇજીરિયાના સેનાના પ્રવકતા મોહમ્મદ યેરિમીએ કહ્યું કે પ્રશાસન આ અંગે તપાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે પહેલાં પણ આવા સમાચાર આવ્યા છે અને તે પાછો આવી ગયો. તો જર્નલ સાથે વાતચીતમાં ટોની બ્લેયર ઇન્સ્ટિટ્યુટમાં એનાલિસ્ટ બુલામા બુર્કાતીએ કહ્યું કે શેકઉ દુનિયામાં સૌથી વધુ લાંબો સમય ટકેલો આતંકી રહ્યો છે અને દુનિયાએ તેને બહુ વામળો સમજ્યો. તેમણે કહ્યું કે નાઇજીરિયા માટે આ અગત્યની પળ છે.