બોડેલીના સદીઓ જુના હરખલી કોતરને ઢાંકવાનો પ્રોજેકટ બે વર્ષથી અધૂરો!


બોડેલી,તા.૨૩

બોડેલી, અલીપુરા, ઢોકલીયા અને ચાચક વિસ્તારના વરસાદી પાણી વહન કરતાં કોતરને બંધીયાર બનાવવાનો પ્રોજેક્ટ બે વર્ષ પૂર્વે આવ્યો હતો. જેમાં અડધું કામ થયું છે જ્યારે અડધું કામ હજી પણ એવું ને એવું પડેલું છે. ૮૦ લાખ રૂપિયા ના ખર્ચે અમલમાં મુકાયેલા આ પ્રોજેક્ટ માં કોતરમાં થતી ગંદકી અને દુર્ગંધને કારણે ગામમાં અનહાઇજેનિક વાતાવરણ સર્જાતું હોવાથી કોતર ને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ૪૦ લાખ રૂપિયા ના ખર્ચે અડધું કામ પૂર્ણ કરનાર કોન્ટ્રાક્ટર એજન્સીને હજી સુધી તેના કામ કરેલા નાણા પણ ચૂકવાયા નથી. બોડેલીના આગેવાનો અને કાર્યકરો ઈચ્છે છે કે, આ કોતરને કવર કરવાનું અધૂરું કામ પૂર્ણ કરવામાં આવે તો મળ,મુત્ર, વિસ્ટા મિશ્રિત પ્રવાહીની દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી કિનારાના રહીશોને રાહત મળે.

     અલીપુરા, બોડેલી, ઢોકલીયા અને ચાચક વિસ્તારના વરસાદી રન ઓફ વોટર ઓરસંગ નદીમાં ઠલવાય છે. આ વરસાદી પાણી સ્થાનિક વિસ્તારોમાંથી વિવિધ માર્ગો પર થઈ હરખલી કોતરમાં જઈ મળે છે. જ્યાંથી વહન થઈ ઓરસંગ નદીમાં ઠલવાય છે. આ કોતર સદીઓ જૂનું છે. રજવાડા સમયથી અસ્તિત્વમાં આવેલું છે. વરસાદી પાણીના વહનનો સદીઓ જુનો આપ મેળે બનેલો તે કુદરતી માર્ગ છે.

     આ કોતરમાં હવે લોકોએ ગટર લાઈનો પણ જાેડી દીધી છે. વરસાદી પાણી ના વહન માટેના આ કુદરતી માર્ગને દૂષિત પાણી પણ વહન કરવા પડે છે. દૂષિત પાણીને લીધે ઊભી થતી દુર્ગંધ અને તેના લીધે ઉદ્ભવતા મચ્છરોનો ત્રાસ બારે માસ કિનારાના વિસ્તારમાં રહેતી પ્રજાને સહન કરવો પડે છે. જેમાંથી મુક્તિ મેળવવા કોતર ઉપર સિવિલ સ્ટ્રક્ચર બનાવી ઢાંકવા માટે નો એક પ્રોજેક્ટ બે વર્ષ પૂર્વે અમલમાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા એંસી લાખ રૂપિયા ના ખર્ચે કોતરને કવર કરવાનું થતું હતું. જેમાંથી અડધું કામ કરવામાં આવ્યું હતું. જ્યારે બે વર્ષ પૂર્વે બાકીનું અડધું કામ અગમ્ય કારણોસર પડતું મુકાયું હતું. આ અડધા કોતર ને કવર કરવાના પ્રોજેક્ટને ઝડપથી અમલમાં લાવવા બોડેલી સહિતના સંબંધિત વિસ્તારના આગેવાનો માગણી કરી રહ્યા છે.

--------------------------------------------

અડધા કોતરને જ કવર કરાયું છે, બાકીનું કામ પૂર્ણ કરો

બોડેલીના હરખલી કોતરને ઉપરથી કવર કરી લઈ ઢાંકવા માટે જે પ્રોજેક્ટ અમલમાં આવ્યો છે તેનું કામ પૂર્ણ કરાયું નથી. અડધું કામ કરનાર કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવાયા નથી. કોન્ટ્રાક્ટર એજન્સીને પેમેન્ટ થાય તો તેઓ પણ કામ પૂર્ણ કરી શકે. અમારી માંગણી છે કે, બાકીનું કામ પૂર્ણ કરવા મકાન વિભાગ ઝડપથી કાર્યવાહી કરે. તે ખૂબ જરૂરી

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution