મુબંઇ-
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનાઉત ઓછી મુશ્કેલીઓ થવાનું નામ નથી લઈ રહી. બીએમસીની ટીમે અભિનેત્રીની મુંબઇ ઓફિસ પર દરોડા પાડ્યા હતા. હવે, બીએમસી તરફથી કંગનાને પણ નોટિસ આપવામાં આવી છે. બીએમસી અનુસાર કંગના રાનાવતની ઓફિસ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે. બીએમસીએ કંગનાની ઓફિસ પર આ નોટિસ ચોંટાડી દીધી છે. બીએમસીનું માનવું છે કે કંગનાની ઓફિસમાં એક અલગ પાર્ટીશન છે. બાલ્કની વિસ્તારનો ઉપયોગ રૂમ તરીકે કરવામાં આવ્યો છે. બીએમસીનું માનવું છે કે ઓફિસ બાંધકામના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.