કોરોના કાળમાં સ્વિસ બેન્કમાં ત્રણ ઘણી વધી ગઇ ભારતીયોની બ્લેક મની, જાણો વધુ

ઝુરિક-

સ્વિસ બૅન્કોમાં ગયા વર્ષે (૨૦૨૦માં) ભારતીયોના ભંડોળમાં જાેરદાર વધારો થયો હતો. સ્વિસ નેશનલ બૅન્કના આંકડા મુજબ સ્વિસ બૅન્કોમાં ૨૦૨૦માં ભારતીયોનું કુલ ભંડોળ ૨૫૫.૪૭ કરોડ સ્વિસ ફ્રાંક (રૂપિયા ૨૦,૭૦૬ કરોડ) હતું. ભારતીયો અને કંપનીઓએ સ્વિસ બૅન્કોની ભારતમાંની વિવિધ શાખા અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા મૂકેલા ભંડોળનો પણ આ રકમમાં સમાવેશ થાય છે.

સિક્યોરિટીઝ અને એવા જ ઇન્સ્ટ્રુમેન્ટ્‌સ દ્વારા હૉલ્ડિંગ્સમાં વધારો થયો છે, જ્યારે કસ્ટમર ડિપોઝિટ્‌સમાં ઘટાડો થયો છે.સ્વિસ બૅન્કોમાં ભારતીય ક્લાઇન્ટ્‌સ (ખાતેદારો કે થાપણદારો)નું કુલ ભંડોળ ૨૦૧૯ના અંત સુધીમાં ૮૯.૯ કરોડ સ્વિસ ફ્રાંક (અંદાજે રૂપિયા ૬,૬૨૫ કરોડ) હતા. તેની પહેલાં આ રકમ ૨૦૦૬માં અંદાજે ૬.૫ અબજ ફ્રાંક હતી. બાદમાં, ૨૦૧૧, ૨૦૧૩ અને ૨૦૧૭માં આ ભંડોળમાં સતત ઘટાડો થયો હતો.સ્વિસ બૅન્કોમાં ૨૦૨૦માં ભારતીયોનું કુલ ભંડોળ ૨૫૫.૪૭ કરોડ સ્વિસ ફ્રાંક (રૂપિયા ૨૦,૭૦૬ કરોડ) હતું, તેમાં સ્વિસ ફ્રાંક (સીએચએફ) ૫૦.૩૯ કરોડ (આશરે રૂપિયા ૪,૦૦૦ કરોડ)ની કસ્ટમર ડિપોઝિટ્‌સ, અન્ય બૅન્કો દ્વારા ૩૮.૩ કરોડ સીએચએફ (અંદાજે રૂપિયા ૩,૧૦૦ કરોડ), ટ્રસ્ટ્‌સ દ્વારા ૨૦ લાખ (અંદાજે રૂપિયા ૧૬.૫ કરોડ) અને બૉન્ડ્‌સ, સિક્યોરિટીઝ તેમ જ વિવિધ નાણાકીય સંસ્થાઓના સીએચએફ ૧૬૬.૪૮ કરોડ (અંદાજે રૂપિયા ૧૩,૫૦૦ કરોડ) જમા હતા. બૉન્ડ્‌સ, સિક્યોરિટીઝ તેમ જ વિવિધ નાણાકીય સંસ્થાઓના જમા ફંડ્‌સને ‘અધર એમાઉન્ટ્‌સ ડ્યૂ ટૂ કસ્ટમર્સ’ના વર્ગમાં ગણવામાં આવ્યું છે.આમ છતાં, ‘કસ્ટમર અકાઉન્ટ્‌સ ડિપોઝિટ્‌સ’માં ઘટાડો થયો છે. આ રકમ ૨૦૧૯ના અંત સુધીમાં સીએચએફ (સ્વિસ ફ્રાંક) ૫૫ કરોડ હતી. ‘અધર એમાઉન્ટ્‌સ ડ્યૂ ટૂ કસ્ટમર્સ’ના વર્ગમાંની ભારતીયોની રકમ વધી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution