કાળું નાણું ધરાવનાર અમુક ટકા રકમ ભરીને તેમની બ્લેક મની વ્હાઈટમાં કન્વર્ટ કરી શકશે



આ બજેટમાં બ્લેક મનીને લઇ નવી યોજના જાહેર કરાઈ છે. જેમાં કાળું નાણું ધરાવનાર અમુક ટકા રકમ ભરીને તેમની બ્લેક મની વ્હાઈટમાં કન્વર્ટ કરી શકશે. કાળા નાણાં મામલે કેન્દ્ર સરકારે નવી યોજના બહાર પાડી છે. આ નવી યોજના પ્રમાણે રેઇડમાં કોઈ વ્યક્તિ પાસે કાળું નાણું ઝડપાઈ જાય તો સરકારમાં ૬૦ ટકા ટેક્સ ભરીને તે બ્લેક મની વ્હાઈટમાં કન્વર્ટ કરી શકશો અને સજાથી પણ બચી શકશો.ભારતમાં વધુમાં વધુ ૩૦ ટકા ટેક્સ ભરવો પડે છે. અગાઉના નિયમ મુજબ જાે તમારી પાસે બ્લેક મની ઝડપાઈ જાય તો તે બ્લેક મની પર ટેક્સ ભરવો પડે છે, આ સિવાય બીજાે દંડ પણ ભરવાનો થાય છે અને જેલમાં જવુ પડે તે અલગથી. પરંતુ હવે કેન્દ્ર સરકારે આ બજેટમાં નવી યોજના લાવીને બ્લેક મનીના નિયમમાં ફેરફાર કરી દીધા છે. જેમાં આરોપી ૬૦ ટકા ટેક્સ આપીને છૂટી શકશે, જેમાં કોઈ વધારાનો દંડ પણ નહીં ભરવો પડે.

આ યોજનાની ઘોષણા બાદ ઝ્રમ્ડ્ઢ્‌નું કહેવું છે કે, આ યોજનાનો લાભ અનેક લોકો લેશે. કેમ કે, ઇન્કમ ટેક્સની કાર્યવાહી બાદ લાંબી કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડે છે. તેના કારણે બ્લેક મની રાખનારની સાથે ઓફિસરોનો પણ સમય ખરાબ થાય છે. ઝ્રમ્ડ્ઢ્‌ના ચેરમેનનું કહેવું છે કે, ૈં્‌ની રેઇડ બાદ સાક્ષીઓની તપાસ થાય છે. ત્યાર બાદ નોટિસ મોકલવાનું શરૂ થાય છે. અનેક વર્ષ સુધી સુનાવણી ચાલે છે. પરંતુ હવે એક સુનાવણીમાં કેસ પૂરો થઈ જશે, અને ૬૦ ટકા ટેક્સ ભરીને મામલો ખતમ કરી દેવામાં આવશે.

તેમનું કેહવુ છે કે, જાે તે વ્યક્તિ આંકલન કરતા વધુ ઇન્કમ સ્વીકારે છે તો તેની વધારાની રકમ પર ૫૦ ટકા દંડ લગાવી શકાય છે. પરંતુ હવે નવી યોજના હેઠળ પાછલા ૬ વર્ષના કેસોને એક જ વખતમાં નિપટાવવામાં આવશે.". પાછલા ૬ વર્ષમાં એક બ્લોકથી સંબંધિત કુલ આવક પર ઇન્કમ ટેક્સની કલમ ૧૧૩માં જણાવેલ રેટના હિસાબે ટેક્સ વસૂલવામાં આવશે અને પાછલાં વર્ષની ઇન્કમને ધ્યાનમાં રાખવામાં નહીં આવે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution