ગુજરાતના ઇતિહાસમાં કાળો દિવસ મોરબી જળ પ્રલય: મોરબી જળ હોનારાતની આજે 42મી વર્ષી

મોરબી-

આજે 42 વર્ષ વીતી ગયા છે જળ હોનારતને જયારે મચ્છુ 2 ડેમ તુટ્યો અને જળ એ જીવન વ્યાખ્યાને બદલાવી નાખીને જળ જ મોટી હોનારત લાવ્યું હતું. એવી હોનારત કે જેને 42-42 વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં મોરબીવાસીઓ આજે પણ ભૂલી શક્યા નથી. તારીખ 11 ઓગસ્ટ 1979 જયારે મુશળધાર વરસાદ વરસતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 બંધ પાણીના સખત પ્રવાહને ઝીરવી શક્યો ન હતો અને બંધની દીવાલ તૂટી પડતા અકસ્માત સર્જાયો હતો. એવો વિનાશ જે માનવ ઇતિહાસે અગાઉ ક્યારેય જોયો ન હતો કે, આવા હોનારતની કોઈએ કલ્પના પણ કરી ન હતી.

ગોઝારા દિવસના ક્યારેય ન ભૂલી સકાય એવા એ ભયંકર દિવસની કેટલીક તસવીરો..


11 ઓગસ્ટ 1979 નો એ દિવસ અને સમય હતો બપોરે 3 : 15 નો જયારે મોરબીમાં સમાચાર વહેતા થયા હતા કે, ત્રણ ત્રણ દિવસથી લાગલગાટ વરસી રહેલા વરસાદ અને ઉપરવાસની પાણીની સતત થઈ રહેલી આવકને કારણે મચ્છુ-2 ડેમ તુટ્યો છે. તો લોકો જીવ બચાવવા નાસી છૂટે તે પહેલા જ બપોરે 03 : 30 કલાકની આસપાસ તો પૂરના પાણી મોરબીમાં ધસમસતા આવી ચડ્યા હતા અને મોરબીને વેરવિખેર કરી નાખ્યું હતું,


ત્યારે એ દિવસને આજે પણ મોરબીવાસીઓ ભૂલી શક્યા નથી આવો જોઈએ ગોઝારા દિવસના ક્યારેય ન ભૂલી સકાય મોરબીના ઉપરવાસથી સતત થઈ રહેલી પાણીની આવકને મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ સમાવી શક્યો ન હતો અને આખરે બપોરે ડેમ તૂટ્યો અને જોતજોતામાં 03:30 વાગ્યે તો મોરબી શહેરમાં મોતનું તાંડવ શરૂ થઇ ચૂક્યું હતું અને માત્ર 2 કલાકના ગાળામાં તો મોરબીને વેરવિખેર કરીને પાણીનો ધસમસતો પ્રવાહ ક્યાય દૂર નીકળી ગયો હતો.


શહેરમાં વધી રહેલા પાણીના પ્રવાહને જોઇને ગભરાય ગયેલા મોરબીવાસીઓ આમથી તેમ જીવ બચાવવા દોડ લગાવી હતી પરંતુ જીવ બચાવવા ક્યાં જવું કારણ કે, નીચે પાણી પાણી હતા તો જે લોકો ઈમારત અને મકાનો પર ચડીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તે ઈમારતો પણ પાણીના પ્રવાહનો સામનો કરી ના સકતા જમીનદોસ્ત બની ગઈ હતી. હજારો માનવ જિંદગીઓ કાઈ પણ સમજે તે પહેલા તો પાણી તેના સ્વજનોને , મિલકતોને ક્યાય તાણી ગયું હતું અને કુદરત સામે લાચાર કાળા માથાનો માનવી નિસહાય બનીને કુદરતના ખેલ જોઈ રહ્યો હતો. ગલીહોય કે મહોલ્લા, બજાર હોય કે મકાનની છતો દરેક સ્થળ સ્મશાન બની ગયું હતું.


ઠેર-ઠેર પૂરમાં હોમાઈ ગયેલી માનવ શબો પડ્યા હતા તો સૌથી મોટી ખુવારી અબોલ પશુઓની થઈ હતી. હજારોની સંખ્યામાં અબોલ જીવો આ પૂરમાં તણાયા હતા. જેમના મૃતદેહો કેટલાયે દિવસો સુધી શહેરની મુખ્ય ગલીઓ અને બજારોમાં પડ્યા રહ્યા હતા. 11 ઓગસ્ટ 1979નો દિવસ આપણે ક્યારેય ન ભૂલી શકાય કુદરતની ક્રુરતા કહો કે, પછી માનવસર્જિત આફત કહો ત્રણ કલાકમાં જે બન્યું હતું તે તબાહી મચાવનારા દિવસને આજે 42 વર્ષનો સમય વીતી ચૂક્યો છે પરંતુ હજુ મોરબીવાસીઓની આંખમાંથી એ દ્રશ્યો ભુલાતા નથી. તે દિવસને યાદ કરતા હજુ હજારો આંખો ચોધાર આંસુએ રડી પડે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution