જો તમે વિચારતા હોવ કે ચારકોલ (લાકડાનો કોલસો)નો ઉપયોગ બાર્બેક્યૂમાં થાય છે, તો ફરી વિચારજો, ખાસ કરીને એક્ટિવેટેડ ઘણા સ્કીન પ્રોબ્લેમ્સને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. આ નેચરલ બ્ટૂટી ટીમટમેન્ટ હજારો વર્ષોથી કલીનસર તરીકે ખીલ કે ફોલ્લી જેવી સમસ્યામાંથી મુક્તિ મેળવવા વપરાય છે.
એક્ટીવેટેડ ચારકોલ બોન ચાર, નારિયેળની છાલ, પીટ, પેટ્રોલિયમ કોક, કોલસો, ઓલિવ પીટ્સ, વાંસ કે સૉ ડસ્ટમાંથી બને છે. આ સમાન્ય રીતે કાળા ઝીણા પાવડર ફોર્મમાં હોય છે, જે સામન્ય ચારકોલ પર ઊંચા તાપમાને કિરણોત્સર્ગી પ્રક્રિયા થાય છે ત્યારે બને છે. નોંધનીય છે કે દરરોજ ચારકોલનો સ્કીન પર ઉપયોગ કરવો હાનિકારક સાબિત થાય છે.
એક્ટિવેટેલ ચારકોલ સ્કીનમાંથી અશુદ્ધિઓ ખેંચી લે છે. હવાના પ્રદુષણથી સ્કીનને થયેલા નુકસાન ફાયદાકારક છે. ચારકોલ સ્કીન પર લગાવવાથી ત્વચાના છિદ્રોમાંથી અશુદ્ધિઓ દૂર થાય છે, ઓઈલી સ્કીનમાંથી રાહત થાય, એકને દૂર કરવામાં મદદરૂપ, ડીપ ક્લિનસર, ઘા પર લગાવવાથી રાહત મળે, ત્વચામાંથી ઝેરી અને હાનિકારક તત્વોને દૂર કરે ડેંડ્રફ દૂર કરવામાં ઉપયોગી છે.
ચારકોલ માસ્ક:
અહીં તમને ચારકોલ માસ્ક બનાવવાની એક રીત બતાવીશું, જે ઓઈલી સ્કીનમાંથી મુક્તિ અપાવશે.
સામગ્રી:
1 ટેબલ સ્પૂન એક્ટિવેટેડ ચારકોલ પાવડર,1 ટેબલ સ્પૂન મુલતાની માટી,પેસ્ટ બનાવવા માટે ગ્રીન ટી
રીત:
એક બાઉલમાં એક્ટિવેટેડ ચારકોલ પાવડર, મુલતાની માટી અને ગ્રીન ટી મિક્સ કરો. સૌપ્રથમ એક્ટિવેટેડ ચારકોલ પાવડરને બાઉલમાં લો પછી તેમાં એક ટેબલ સ્પૂન મુલતાની માટી ઉમેરી ઉકાળેલી ગ્રીન ટીને ઉમેરી પેસ્ટ બનાવી લો. જો પેસ્ટ જાડી હોય તો ગ્રીન ટી ઉમેરી શકો છો.
બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લો. પછી ચારકોલ માસ્કને ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો. આંખના ભાગને છોડીને માસ્કનું જાડું લેયર તમારી સ્કીન પર કરો. ભીના કોટન કે કપડાંથી ધીમેથી માસ્કને લૂછી લો. બાદમાં સ્કીનને રીહાઈડ્રેટ કરવા ઓઈલ ફ્રી મોઈશ્ચરાઈઝર લગાવો. આ ટ્રીટમેંટને દિવસમાં બે વખત લગાવો.
ખોડો દૂર કરવા માટે ફાયદારૂપ:
એક્ટિવેટેડ ચારકોલની કેપસૂલ અથવા એક ટેબલ સ્પૂન એક્ટિવેટેડ ચારકોલને તમારા રેગ્યૂલર શેંપૂમાં એડ કરો અને સ્કાલ્પમાં હળવા હાથે લગાવો. જો તમારા વાળ આછા ભૂખરા રંગના હશે તો ચારકોલનો કાળો રંગ કાઢવા તમારે થોડી વધારે વાર વાળ ધોવા પડશે. થોડા અઠવાડિયામાં જ તમને તમારા વાળમાં ફર્ક જોવા મળશે.