છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હાલોલ વિધાનસભામાં બેઠક પરથી ભાજપના વિજેતા ઉમેદવાર જશુભાઈ રાઠવાએ મેળવી સૌથી વધુ લીડ મેળવી


હાલોલ, તા.૦૫

સમગ્ર દેશભરમાં આજે લોકસભા ૨૦૨૪ ની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે જેમાં ગુજરાત રાજ્યમાં ૨૬ બેઠકો પૈકી ૨૫ બેઠક ઉપર ભાજપે ભગવો લહેરાવી જવલંત જીત મેળવી છે જેમાં ૨૬ બેઢકો પૈકીની છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના જશુભાઈ ભિલુભાઈ રાઠવાએ ૭,૯૬,૫૮૯ મત મેળવી પ્રચંડ જીત મેળવી છે જેમાં તેઓએ પોતાના હરીફ કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઇ હરિયાભાઇ રાઠવાને કારમી હાર આપી છે જેમાં સુખરામભાઈ રાઠવાને કુલ ૩,૯૭,૮૧૨ મતો મળતા જશુભાઈ રાઠવા એ ૩,૯૮, ૭૭૭ મતોની લીડ મેળવી જંગી જીત મેળવી છે જેમાં છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હાલોલ,છોટાઉદેપુર, જેતપુર,સંખેડા,ડભોઇ,પાદરા અને નાદોદ વિધાનસભા પૈકી હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની આગેવાની હેઠળ ૧૨૮ હાલોલ વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ સૌથી મોટી લીડ મેળવી છે જેમાં હાલોલ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ હાલોલ ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકા ખાતેથી કુલ ૧,૯૧,૫૭૬ મતદારોએ મતદાન કર્યું હતું જેમાં ૪,૫૬૮ મતદારોને એક પણ ઉમેદવાર પસંદ ન આવતા તેઓએ નોટાને મત આપ્યો હતો જેને લઈ આજે ૧,૮૭, ૦૦૮ મતોની ગણતરી કરાઈ હતી જેમાંથી ૧,૫૨,૩૩૩ મત ભાજપાના વિજેતા ઉમેદવાર જશુભાઈ રાઠવા એ મેળવ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ ૨૯,૪૦૫ મત મેળવ્યા છે જેને લઈને હાલોલ બેઠક પરથી ૧,૨૨,૯૨૮ મતોની લીડ મેળવી છે જે સમગ્ર છોટાઉદેપુર બેઠક પર સૌથી વધુ છે જેમાં સમગ્ર છોટાઉદેપુર લોકસભા બેઠક સૌથી વધુ શ્રેષ્ઠ પરિણામ ભારતીય જનતા પાર્ટીને હાલોલ બેઠકે આપ્યું છે જેમાં છોટાઉદેપુર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના તમામ અગ્રણીજનો દ્વારા અને વિજેતા ઉમેદવાર જશુભાઈ રાઠવા દ્વારા હાલોલ બેઠકની તમામ મહેનતનો જસ અને શ્રેય ધારાસભ્ય જયદ્રથ સિંહજી પરમાર સહિત તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને મતદારોને આપી તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ આને અપક્ષના મળી કુલ છ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ની પ્રચંડ જીત થઈ છે જ્યારે કોંગ્રેસના ઉમેદવારની કારની હાર થઈ છે જ્યારે અન્ય ચાર ઉમેદવારોમાં ભીલ સોમાભાઈ ગોકુળભાઈ ૧૬૦૯૩ મત તડવી રણછોડભાઈએ ૮૩૪૪ મત રાઠવા ફુલકાભાઈ બલજીભાઈએ ૧૧,૧૬૧ મત રાઠવા મુકેશ ભાઈ નુરાભાઇએ ૮૦૬૫ મત મેળવી કારમી હાર મેળવી છે

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution