વાઘોડિયા તાલુકા અને જિલ્લા પંચાયતમા ભાજપનો વિજય

વાઘોડિયા

જરોદ જિલ્લા પંચાયત ના ઉમેદવાર રાજેન્દ્ર પટેલે ભાજપ પેનલનો સૌથી વઘુ મતોથી વિજય અપાવી જિલ્લામા સૌથી મોટી લિડ સાથે વિજયી બન્યા હતા. કોંગ્રેસના આયાતી ઊમેદવાર દિલીપભટ્ટને પ્રથમ રાઊન્ડમાંજ પરાસ્ત કરી દિઘા હતા.તથા અપક્ષ ઊમેદવાર મય્યુદ્દિનને જાેરદાર ટક્કર આપી આખેઆખી પેનલ ચુંટી લાવ્યા હતા.જરોદ જિ. પં. ની બેઠકપર રાજેન્દ્રપટેલ ઊર્ફે રાજુદાઢીના સમર્થકો અને શક્તીસેનાના કાર્યકરોએ સાંસદ રંજનબેન ભટ્ટના નેતૃત્વમા વિજયી બન્યા હતા.રાજુભાઈની જીત જાહેર થતા સમગ્ર ટીમને અભીનંદન આપવા રંજનબેન ભટ્ટે આવી મતદારોનો આભાર માન્યો હતો. વાઘોડિયા જિલ્લાપંચાયતના ભાજપના ઊમેદવાર નિલેષભાઈ પુરાણીએ કોંગ્રેસ ના કૃણાલ પટેલ અને અપક્ષના બ્રિજેશ ગૌસ્વામીને માત આપી ૨૭૦૯ વોટથી વિજયી બન્યા હતા ગોરજ જિલ્લાપંચાયત પર કોંગ્રેસના દબદબાને કલ્પનાબેન પરષોત્તમદાસ પટેલે ઊખેડી હરીફ ઊમેદવાર હંસાબેન નારણભાઈ પટેલને હરાવ્યા હતા.જ્યારે કોટંબી જિલ્લા પંચાયતમા ભાજપના મહિલા ઊમેદવાર રેશ્માબેન વસાવાએ પેનલ સાથે જીત મેડવી હતી. આમ જિલ્લા અને વાઘોડિયા તાલુકા પંચાયતમા ભાજપે બહુમતીથી જીત મેડવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution