નવી દિલ્હી: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની ૧૮મી સીટ પર બીજેપીના સુંદર સિંહ તંવર જીતી ગયા છે. શુક્રવારે થયેલા વોટિંગમાં સુંદર સિંહ તંવરને ૧૧૫ વોટ મળ્યા હતા. આ જીત સાથે ૧૮ સભ્યોની સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપ પાસે ૧૦ અને આપના ૮ સભ્યો છે. આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાજપના જ બનશે તે નક્કી થયું છે.આપે આ મતદાનને ગેરકાયદે ગણાવીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને કોંગ્રેસ પણ મતદાનમાં ગેરહાજર રહી હતી. તમને જણાવી દઈએ કે સ્ટેન્ડિંગ કમિટી મહાનગરપાલિકાની સૌથી શક્તિશાળી સંસ્થા છે.
એમસીડીના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ ચૂંટણીમાં ભાગ લીધો ન હતો આ ચૂંટણી આપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વિના થઈ રહી છે એમસીડીના એડિશનલ કમિશનર આઇએએસ ઓફિસર જીતેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ છે, જેમણે મેયર અને ડેપ્યુટી મેયરની ગેરહાજરીમાં કમિશનરને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા હતાં.
આમ આદમી પાર્ટી અને મેયર ચૂંટણી સામે કોર્ટમાં જઈ શકે છે.જિતેન્દ્ર યાદવે ચૂંટણીનું સંચાલન કર્યું હતું. આમ આદમી પાર્ટીએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે તે એમસીડીમાં આજે યોજાનારી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણીમાં ભાગ નહીં લે. મેયરે જણાવ્યું હતું કે આજે યોજાનારી ચૂંટણી ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે. આ અંગે મેયરે કમિશનરને પત્ર લખ્યો છે.