ઉપલેટા યાર્ડની ચૂંટણીમાં BJPનો ભગવો લહેરાયો: ખેડૂત વિભાગની 10 અને સંઘ વિભાગની 2 બેઠકો કબજે

રાજકોટ-

ઉપલેટા યાર્ડની ખેડુત વિભાગની 10 બેઠકો અને સંઘ વિભાગની બે બેઠકો માટે ગઇકાલે યોજાયેલ ચુટણી દરમ્યાન આજે મતગણતરી હાથ ધરવામાં આવતા તમામ 1ર બેઠકો ઉપર ભાજપનો વિજય થતાં માકેટીંગ યાર્ડ ઉપર ભગવો લહેરાયો હતો. ખેડુત વિભાગની 10 બેઠકો માટે યોજાયેલ મતદાનમાં 462 મતોમાંથી 387 મતદારોએ મતદાન કર્યુ હતુ. જયારે સંઘ વિભાગની બે બેઠકો ઉપર ર48 મતોમાંથી 164 મતદારોએ મતદાન કર્યુ હતું. આમ એકંદરે 84 ટકા જેવું ઉંચુ મતદાન થયા બાદ આજે સવારે માકેટીંગ યાર્ડ ખાતે ચુંટણી અધિકારીની હાજરીમાં મતગણતરી હાથ ધરાતા પ્રથમ સંઘ વિભાગની બે બેઠકોની મતગણતરી હાથ ધરાતા ભાજપના દલપતભાઇ માકડીયાને 164 મતો માંથી 157 મતો મળેલ જયારે બીજા ઉમેદવાર જેન્તીભાઇ બરોચીને 164 માંથી 1પપ મતો મળેલ જયારે હરીફ ઉમેદવાર અશોકભાઇ લાડાણીને નવ મળતા સંઘની બન્ને બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો ધીંગી બહુમતિથી વિજયી બન્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution