અમદાવાદ-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ઉમેદવારોના માપદંડ ને લઈને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે 3 માપદંડો જાહેર કર્યા છે, જેને લઈને ભાજપાના સીનીયર કાર્યકર્તાઓમા ખાસી નારાજગી જોવા મળી રહી છે. કારણ કે જે કાર્યકર્તાઓની ઉમર 60 વર્ષથી વધુ હોય તેવા કાર્યકર્તાઓની ટીકીટ કપાશે, ત્રણ ટર્મ થી રહેલા કાર્યકર્તાઓ ને ટીકીટ આપવામાં નહિ આવે, અને કોઈ પણ નેતાના સગા સંબંધીઓને પણ ટીકીટ મળશે નહિ જેના કારણે કાર્ય્કર્તાઓમા એક વિરોધનો જુવાળ પેદા થઇ ગયો છે. તેમાય વર્ષોથી જે નેતાઓ કાર્ય કરી રહ્યા છે તેવા લગભગ 100 થી વધુ કાર્યકર્તાઓની ટીકીટો આ વર્ષે કપાતી હોવાથી સીનીયર નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રગટ કરવામાં આવી રહ્યો છે.